આ ઉપરાંત જામનગર, દ્વારકાના ખંભાળિયા, ઓખા, મીઠાપુર, આરંભડા અને યાત્રાધામ દ્વારકા સહિત બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા સમગ્ર રોડ રસ્તાઓ ભીના થઈ ગયા હતાં.
4/7
અંજાર અને આસપાસનાં ખેડોઈ, નાગલપર સહિતનાં ગામોમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. ભુજ તાલુકાનાં કેરા, કોટડા ચકાર સહિતનાં આસપાસનાં પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. શિયાળામાં કમોસમી માવઠાને પગલે શિયાળુ પાકને નુકસાની થવાની સંભાવનાં ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
5/7
સોમવારે ભુજ સહિત કચ્છ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક બપોર બાદ અંજાર તાલુકાનાં ગામો ઉપરાંત ગાંધીધામ તથા ભુજ તાલુકાનાં કેટલાક ગામોમાં માવઠું થતાં આ વિસ્તારોમાં 20 મીનિટ સુધી ચોમાસા જેવો વરસાદ વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
6/7
મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદના કારણે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેથી ફરી એક વાર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
7/7
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી રાજસ્થાન અને ઉત્તર-પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સોમવારે માવઠું થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલા માવઠાના કારણે રવિ પાકમાં ભારે નુકસાન જવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ માવઠું થયું હતું.