Intresting Facts: શું પાણીપુરીનો મહાભારત સાથે છે સંબંધ? જાણો રસપ્રદ માહિતી
ગોલગપ્પા, પાણીપુરી, ફુલકી, ગુપચુપ, કે પુચકા નામ તો ઘણા છે પણ ટેસ્ટ એક જ છે. તે ભારતમાં ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાણીપુરીના પાણીનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે.
Panipuri Intresting Facts: ગોલગપ્પા, પાણીપુરી, ફુલકી, ગુપચુપ, કે પુચકા નામ તો ઘણા છે પણ ટેસ્ટ એક જ છે. તે ભારતમાં ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાણીપુરીના પાણીનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી બટાકા, ચણા સાથે હોય કે બટાકા- વટાણા કે પછી મસાલેદાર-મીઠી ચટણી સાથે ખાવ. આમ તો દરેક લોકો તેને ખૂબ જ શોખથી ખાય છે, પરંતુ મહિલાઓને પાણીપુરી વધુ પસંદ હોય છે. તેનો ઈતિહાસ પણ મહાભારત કાળની એક મહિલા સાથે જોડાયેલો છે. તેની પૌરાણિક કથા પણ લોકપ્રિય છે. ચાલો જાણીએ શું છે તેનો રસપ્રદ ઈતિહાસ.
જાણો કોણે સૌથી પહેલા બનાવી પાણીપુરી
એવું કહેવાય છે કે પાણીપુરીની શરૂઆત મહાભારત કાળથી થઈ છે. દ્રૌપદીએ પહેલીવાર પાંડવો માટે ટેસ્ટી પાણીપુરી બનાવી હતી. વાર્તા એવી છે કે જ્યારે પાંડવો સાથે લગ્ન કરીને દ્રૌપદી તેના સાસરે પહોંચી ત્યારે પાંડવોની માતા કુંતીએ પુત્રવધૂ દ્રૌપદીની પરીક્ષા લેવાનું વિચાર્યું. તે સમયે પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો અને ઘરમાં ખાવા માટે વધારે ખોરાક ન હતો, તેથી કુંતી એ જોવા માંગતી હતી કે તેની પુત્રવધૂ ઘર કેવી રીતે સંભાળે છે. એક દિવસની વાત છે કે કુંતીએ દ્રૌપદીને બચેલા બટાકા, થોડો લોટ અને મસાલો આપીને કંઈક સ્વાદિષ્ટ બનાવવા કહ્યું. પાંડવોનું પેટ ભરાય અને સ્વાદ આવે એવી વસ્તુ. દ્રૌપદીએ આ લોટની પૂરી બનાવી અને તેમાં બટાકા અને ગરમ પાણી ભરીને પાંચ પાંડવોની સામે પીરસ્યું. પાણીપુરી ખાઈને પાંડવો ખુશ થઈ ગયા. તેને પણ આ વાનગી ગમી અને તેનું પેટ પણ ભરાઈ ગયું. માતા કુંતી પણ આનાથી ખૂબ ખુશ હતા. એવું માનવામાં આવે છે કે અહીંથી પાણીપુરી બનાવવાની શરૂઆત થઈ અને તેને બનાવવાનો વિચાર આવ્યો.
મગધ સાથે પાણીપુરીનું કનેક્શન
એવું પણ કહેવાય છે કે ગોલગપ્પા એટલે કે પાણીપુરી સૌપ્રથમ મગધમાં બનાવવામાં આવી હતી. તે આજે દક્ષિણ બિહાર તરીકે ઓળખાય છે. જો કે, તે સમયે તેનું નામ શું હતું તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ ઘણી જગ્યાએ તેના પ્રાચીન નામ ફુલકીનો ચોક્કસ ઉલ્લેખ છે. આ દાવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઈતિહાસ અનુસાર, પાણીપુરીમાં વપરાતા બટાકા અને મરચા બંને લગભગ 300-400 વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા. તેથી પાણીપુરીની શરૂઆત મગધથી થઈ હોવાનું માનવામાં આવે છે.