સિદ્ધુએ કહ્યું હતું કે, ‘જનરલ બાજવા મને ગળે મળ્યા અને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છે. બાજવાએ કહ્યું અમે લોકો ગુરુ નાનક દેવની 550મી જયંતી પર કરતારપુર રુટ ખોલવા પર વિચાર કરી રહ્યા છે.’ જેને લઈને ખૂબ વિવાદ થયો હતો અને ભાજપા સહિત રાજકીય પાર્ટીઓએ પણ વિરોધ પ્રદર્શ કર્યું હતું.
2/4
ઉલ્લેખીય છે કે, આ અગાઉ સિદ્ધુ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં આર્મી ચીફ કમર બાજવાને ગળે મળ્યા હતા.
3/4
પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ કહ્યું કે, તમે પાકિસ્તાનમાં કઈ પણ સ્થળે યાત્રા કરો, ત્યાં ના તો ભાષા બદલાય છે, ના ખાવાનું બદલાય છે. અને લોકો પણ નથી બદલાતા. જ્યારે દક્ષિણ ભારતમાં જાઓ ત્યારે ભાષાથી લઈને ખાણીપીણી સુધી વધુજ બદલાય જાય છે. દક્ષિણ ભારતમાં રહેવા માટે તમને તેલુગુ શીખવી પડશે, પરંતુ પાકિસ્તાનમાં એવું જરૂરી નથી. સિદ્ધુના આ પાકિસ્તાન પ્રેમથી ફરી વિવાદ પેદા થઈ શકે છે.
4/4
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એકવાર ફરી પાકિસ્તાનના વખાણ કર્યા છે. સિદ્ધુએ હિમાચલ પ્રેદશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પાકિસ્તાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રાથી વધારે સારી ગણાવી હતી.