આ લોકોએ ભૂલથી પણ છાશ ન પીવી જોઈએ, નુકસાન જાણીને ચોંકી જશો
તાવ, શરદી-ઉધરસ, હૃદયરોગ, સાંધાના દુખાવા અને ખરજવામાં છાશનું સેવન હાનિકારક.

buttermilk side effects: ઉનાળાની ઋતુમાં છાશ એક લોકપ્રિય અને આરોગ્યપ્રદ પીણું છે. તે માત્ર પેટની તંદુરસ્તી માટે જ ફાયદાકારક નથી, પરંતુ ત્વચાને નિખારવામાં પણ મદદ કરે છે. છાશમાં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને તાત્કાલિક ઊર્જા પ્રદાન કરે છે. જો કે, છાશના કેટલાક ગેરફાયદા પણ છે અને અમુક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ. ચાલો જાણીએ કયા લોકો માટે છાશ હાનિકારક સાબિત થઈ શકે છે.
તાવ દરમિયાન: જ્યારે તમને તાવ આવે ત્યારે ઠંડી અને ખાટી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. છાશ ઠંડી અને થોડી ખાટી હોવાથી તાવમાં તેનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર પડી શકે છે અને તબિયત વધુ બગડી શકે છે.
શરદી અને ઉધરસમાં: શરદી અને ઉધરસની સમસ્યાથી પીડાતા લોકો માટે છાશનું સેવન હાનિકારક હોઈ શકે છે. આયુર્વેદમાં પણ શરદી અને ઉધરસ દરમિયાન છાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.
હૃદયના દર્દીઓએ: છાશમાં સંતૃપ્ત ચરબીની માત્રા હોય છે, જે હૃદયના ગંભીર દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય તેમણે છાશનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તે કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.
સાંધામાં દુખાવો: જે વ્યક્તિ સાંધાના દુખાવા, સ્નાયુઓમાં દુખાવો અથવા સંધિવાની સમસ્યાથી પીડિત હોય તેમણે છાશનું સેવન ન કરવું જોઈએ. જો તમને સાંધામાં દુખાવો અથવા શરીરના કોઈ ભાગમાં જકડાઈ જવાની સમસ્યા હોય અને તમે છાશ પીઓ છો, તો આ સમસ્યા વધુ વધી શકે છે.
ત્વચા પર ખરાબ અસર: જો કોઈ વ્યક્તિ રોજ ચહેરા પર છાશનો ઉપયોગ કરે છે તો તેનાથી ત્વચા શુષ્ક થઈ શકે છે. આ ઉપરાંત, ખરજવાની સમસ્યાથી પીડાતા લોકોએ પણ છાશ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચા પર ખંજવાળ, બળતરા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી માટે છે અને તેને તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. ABP અસ્મિતા આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.)





















