Health tips: શું ફિટ લોકોને પણ થઇ શકે છે આ હૃદયરોગ, શરીરમાં મળતાં આ લક્ષણો જાણવા ખૂબ જરૂરી
આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ
Health tips:આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ
એક શોધ અનુસાર ભારતમાં 23 ટકા લોકોના મોત હૃદય સબંધિત બીમારીના કારણે થાય છે. જ્યારે ચીનમાં આ દર માત્ર 7 ટકા છે. હૃદય બીમાર થવાનું કારણ શું છે અને તેેનો ઇલાજ અને બચાવ શું છે સમજીએ.આપે અનેક વખત જોયું હશે કે, બેલેસ્ડ ડાયટ, એક્સરસાઇઝ સહિતના પ્રયાસ છતાં પણ હૃદય સંબંધિત બીમારી થાય છે. તેનું કારણ, લક્ષણો અને ઉપચાર શું છે સમજીએ
શું છે કોરોનરી આર્ટરી
આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ ધમનીઓ અને નસો દ્વારા થાય છે. ધમનીઓ હૃદયમાંથી શરીરના વિવિધ ભાગોમાં લોહીનું પરિભ્રમણ કરાવે છે. . ધમનીઓની દિવાલો જાડી લચીલી હોય છે અને તેનો આંતરિક વ્યાસ નાનો હોય છે. તેમનો રંગ ગુલાબી અને લાલ હોય છે અને જ્યારે દબાણ થાય છે ત્યારે એક આંચકા સાથે લોહી વહે છે. આપણા શરીરમાં રહેલા કુલ લોહીમાંથી લગભગ 15 ટકા લોહી દરેક સમયે ધમનીઓમાં ભરેલો રહે છે.
કોરોનરી આર્ટરી રોગના કારણો લક્ષણો
ઉચ્ચ કોલેસ્ટ્રોલ તેનું મુખ્ય કારણ છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર દબાણ વધારે છે, જે CAD નું જોખમ વધારે છે. ધૂમ્રપાનથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સિવાય કલાકો સુધી સતત બેસી રહેવું અને અનિયમિત જીવનશૈલી પણ આનું કારણ છે. રક્ત પ્રવાહમાં અવરોધ સામાન્ય રીતે છાતીમાં દુખાવો, કંઠમાળ, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાટ, અનિયમિત ધબકારા, ઝડપી ધબકારા, નબળાઇ, ચક્કર, ઉબકા અથવા વધુ પડતો પરસેવો જેવા લક્ષણોનું કારણ બને છે.
શું છે ઇલાજ
એન્જો પ્લાસ્ટીના દ્રારા રક્ત પ્રવાહમાં સુધાર કરવામાં આછે. જેના માટે સ્ટેન્ટ લગાવવામાં આવે છે. બાયપાસ સર્જરી તેનો પરંપરાગત ઇલાજ છે. આ સિવાય નવી ટેકનીક ઓસીટી. આઇવીયૂએસ, આઇએફઆર પણ છે. જેનાથી સ્ટેંટથી બચી શકાય છે. આ સાથે લોડિંગ ડોઝનો પણ વિકલ્પ છે. દર્દીની ફિટનેસ અને સ્થિતિને જોઇને નિર્ણય લેવાય છે.
એન્જોપ્લાસ્ટીના 7-8 કલાક બાદ દર્દી ચાલી શકે છે. સાવધાની માટે થોડા દિવસ સીઢિ ન ચઢવી જોઇએ. વ્યક્તિ માટે જરૂરી છે. તે સ્વસ્થ આહાર લે. તણાવમાં ન રહે અન હળવો વ્યાયામ કરે અને તેમજ ડોક્ટરની સૂચનાનું પાલન કરે
બચાવ માટે શું કરશો
40 ઉંમર બાદ નિયમિત બોડી ચેક અપ કરાવો.
ફિટનેસ, યોગ્ય દિનચર્યા અને પૌષ્ટિક ખોરાક હોવા છતાં, હૃદયની સમસ્યાઓ થતી રહે છે પરંતુ તે જરૂરી છે કે કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી સમયસર સમસ્યાનો ઉકેલ આવી શકે. જો તમે ફિટનેસ, આહાર અને યોગ્ય દિનચર્યા વિશે જાગૃત હશો તો કેટલાક અંશે તેનાથી બચી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.