Cauliflower For Health: આપ ફ્લાવર ખાવાના શોખિન છો? તો સાવધાન, આ રીતે ખાશો તો થશે નુકસાન
Cauliflower For Health: ફલાવરનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ ફલાવર વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.
Cauliflower For Health: ફલાવરનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ ફલાવર વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.
ફલાવર ખાવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. તેમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. તે કુદરતી રીતે શાકભાજીમાં હોય છે, પરંતુ શરીર તેને તોડી શકતું નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કોબીજ ન ખાવી જોઈએ.
જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે કોબીજનું સેવન ન કરવું જોઈએ. આ કારણે T3 અને T4 હોર્મોન્સ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમારે ફલાવરને અવોઇડ કરવા જોઇએ.
જો તમને પથરીની સમસ્યા છે, પિત્તાશય અથવા કિડનીમાં પથરી છે, તો ફલાવર , ફલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે. જો આપને યુરિક એસિડ વધવાની સમસ્યા હોય તો પણ આપને ફલાવર કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.
ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે ફલાવર કોબીજનું વધુ સેવન કરો છો, તો તમારું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોબીજનું સેવન કરવું જોઈએ.
Women health :પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં પડી ગયેલા સ્ટ્રેચ માર્ક્સને આ ઘરેલુ ઉપાયથી કરો દૂર
ગર્ભાવસ્થા એ ખૂબ જ ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ગર્ભમાં બાળક હોવાને કારણે તેમનું પેટ ફૂલી જાય છે અને જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે શરીર પાછું સંકોચાઈ જાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.
આ સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ખૂબ જ ભદ્દા દેખાય છે. ચાર એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી આપ પ્રેગન્ન્સીના આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
એલોવેરા, નારિયેલ અને કાકડીનું જ્યુસ સહિતના આપના રસોડમાં મળતી આ સામગ્રીથી આપ સરળતાથી આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
એલોવેરા જેલ- એલોવેરા સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જો તમે દરરોજ સ્ટ્રેચ માર્કસ પર એલોવેરા જેલ લગાવો છો, તો ટૂંક સમયમાં તમને તેની અસર દેખાશે. આ માટે તમે તેનો ઉપયોગ સ્નાન કર્યા પછી અને સૂતા પહેલા કરો.
ઇંડા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ-સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે ઈંડા અને વિટામીન E કેપ્સ્યુલ્સ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ઈંડું પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. સાથે જ વિટામિન E સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે એક બાઉલમાં 2 ઈંડાની સફેદી અને 2 વિટામીન E કેપ્સ્યુલનું ઓઇલ લો. તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાયા પછી વોશ કરી લો.
નાળિયેર અને બદામ તેલ- નાળિયેર અને બદામનું તેલ ડિલિવરી પછીના પેટ અને જાંઘની નજીકના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરી શકે છે. આ માટે, બંને તેલને સમાન માત્રામાં મિક્સ કરો અને સ્નાન અને સૂતા પહેલા નિયમિતપણે અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરો.
કાકડી અને લીંબુનો રસ-કાકડી અને લીંબુનો રસ સ્ટ્રેચ માર્ક્સ ઝડપથી ઘટાડી શકે છે, કારણ કે લીંબુના રસમાં કુદરતી એસિડ હોય છે જે ડાઘ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે કાકડીનો રસ ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. તમે આ બંનેને સમાન માત્રામાં અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી વોશ કરી લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.