શોધખોળ કરો

Health tips: ફળો ખાધા બાદ પાણી પીવાથી શરીરને થાય છે આ નુકસાન

ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

Health tips:આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

 ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.

 ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.

 આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.

 હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી

 જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.

 જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.

ગાર્નિશ માટે વપરાતી આ ચીજ છે ગુણોનો ભંડાર, સેવનથી થાય છે અદભૂત ફાયદા

 Benefits Of Coriander Leaves: કોથમીરમાં અદભૂત ઓષધિય ગુણો રહેલા છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અદભૂત ફાયદા થાય છે. તેના ફાયદા જાણીએ આપ તેને ડાયટમાં સામેલ કરવા મજબૂર થઇ જશો

કોથમીરના પાન સામાન્ય રીતે રસોઇમાં જોવા મળે છે. તેના વિના મોટાભાગના વ્યંજન અધૂરા છે. કોથમીર સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પાચન સુધારવાની સાથે અન્ય સ્વાસ્થ્યને અન્ય અદભૂત ફાયદા કરે છે આ કોથમીર..

ડાયાબિટીસમાં કારગર ઓષધ
ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત રિસર્ચ મુજબ કોથમીરમાં ખાસ યૌગિક હોય છે. જે બ્લડ અને ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જે યોગિક બ્લડમાથી શુગર હટાવતા એન્જાઇમ્સને સક્રિય કરે છે. આ રીતે આપનું ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે
કોથમીર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં ફાઇબર પણ મોજૂદ છે. જે પાચન સુધારવાનું કામ કરે છે અને બ્લોટિગ અને કબજિયાત દૂર કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ ખાવાથી પણ બચી શકાય છે.

હાર્ટના સ્વાસ્થ્ય માટે હિતકારી
ઉંમર વધવાની સાથે હાર્ટ સંબંધિ સમસ્યાઓ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં વિટામિન પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાની સલાહ અપાઇ છે. એક રિસર્ચ મુજબ કોથમીર રોજ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો ઘટી જાય છ અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કાબૂમાં રહે છે.

તણાવને ઓછો કરે છે
કોથમીરના પાન તણાવને ઓછો કરે છે.તે પાચનશક્તિને સક્ષમ કરે છે. પાચનતંત્રના માધ્યમથી કોથમીર હળવું મહેસૂસ કરવાની મૂડને ઝડપથી બદલે છે. કોથમીરમાં મોજૂદ  પોષકતત્વ ઓક્સિડેટિવ તણાવને ઓછો કરે છે.

દષ્ટી સુધારે છે
આજના સમયમાં આપણી આંખો આખો દિવસ ટેલિવિઝન, મોબાઇલ,કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે. આ ટેકનોલોજી આપની દષ્ટી પર વિપરિત પ્રભાવ પાડે છે. જો કે કોથમીર આ વિપરિત અસરેન ઓછી કરે છે. કોથમીર વિટામિન ઇ, આયરનથી ભરપૂર છે. જે આપણી દષ્ટીને વધુ સક્ષમ બનાવે છે. કોથમીર એનીમિયાના ઇલાજમાં પણ કારગર છે.

 Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લેવાથી તમારુ હાર્ટ થશે નબળું , અભ્યાસમાં થયો ખુલાસો
જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લેવાથી તમારુ હાર્ટ થશે નબળું , અભ્યાસમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લેવાથી તમારુ હાર્ટ થશે નબળું , અભ્યાસમાં થયો ખુલાસો
જરૂરિયાત કરતા વધારે પ્રોટીન લેવાથી તમારુ હાર્ટ થશે નબળું , અભ્યાસમાં થયો ખુલાસો
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Embed widget