તહેવારમાં વધુ મીઠાઇ ખાવાથી વધી ગઇ છે શરીરની ચરબી, તો ફેટ ઘટાડવા પીવો આ ડ્રિંક્સ
તહેવારોની સીઝન પછી તમે તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો અને કેટલાક ખાસ પીણાંની મદદથી ચરબી ઘટાડી શકો છો.

તહેવારોની સીઝનમાં લોકો હંમેશા ખાવા પીવાનું ખૂબ એન્જોય કરે છે. તહેવારોમાં મીઠાઈઓ, તળેલી વસ્તુઓ ખૂબ જ ખાવામાં આવે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને વજનમાં વધારો કરે છે. જો કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. તહેવારોની સીઝન પછી તમે તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો અને કેટલાક ખાસ પીણાંની મદદથી ચરબી ઘટાડી શકો છો.
આ ડ્રિંક્સ કેમ છે ફાયદાકારક?
પાચન સુધારો કરે છે- ઘણા ડ્રિંક્સમાં રહેલા એન્ઝાઇમ્સ અને ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.
મેટાબોલિઝમ વધારે છે- કેટલાક ડ્રિંક્સ તમારા મેટાબોલિઝમને વધારીને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
ટોક્સિન્સને બહાર કાઢે છે- કેટલાક ડ્રિંક્સ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે.
હાઇડ્રેશન- પુષ્કળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ચરબી ઘટાડવા માટે કેટલાક અસરકારક પીણાં
લીંબુ પાણી- લીંબુમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને મેટાબોલિઝમ વધારે છે. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી તમારી પાચનક્રિયા સુધરશે અને તમારું વજન પણ ઘટશે.
આદુનું પાણી- આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે આદુના ટુકડાને હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો અને પછી તેને ગાળીને પી શકો છો.
ફુદીનાનું પાણી- ફુદીનો પાચનક્રિયા સુધારવા અને પેટનો ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. તમે ફૂદીનાના કેટલાક પાનને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પી શકો છો.
ગ્રીન ટી- ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે દિવસમાં બેથી ત્રણ કપ ગ્રીન ટી પી શકો છો.
ફળોનો રસ - નારંગી, દ્રાક્ષ અને સફરજન જેવા ફળોના રસમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ રસ તમારા શરીરને પોષણ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વેજીટેબલ જ્યુસ - ગાજર, બીટ અને કાકડી જેવા વેજીટેબલ જ્યુસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે.
દહીં- દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે પાચનને સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે ફળો અથવા બદામ મિક્સ કરીને દહીં ખાઈ શકો છો અથવા છાશ બનાવીને પી શકો છો.
આ ટીપ્સ પણ મદદ કરશે
પુષ્કળ પાણી પીઓ - આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
યોગ્ય આહાર લો - આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો.
નિયમિત કસરત કરો - દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.
તણાવ ઓછો કરો- વજન વધવાનું એક મહત્વનું કારણ તણાવ છે. યોગ અને ધ્યાન કરવાથી તણાવ ઓછો થઈ શકે છે.
પુરતી ઊંઘ લો - રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લો.





















