શોધખોળ કરો
Advertisement
Health Tips: જીવલેણ છે બ્રેડ, જાણો તેની સ્વાસ્થ્ય પર શું વિપરિત અસર થાય છે
નાસ્તો સ્વાસ્થ્ય માટે અને રોગપ્રતિકારક શક્તિ માટે અનિવાર્ય છે. પરંતુ શરત એ છે કે, નાસ્તો પૌસ્ટિક હોવો જોઇએ. જો આપ નિયમિત નાસ્તામાં બ્રેડ લેતા હો તો ચેતી જજો કારણે કે બ્રેડ મદસ્વીતા વધારવાની સાથે શરીરમાં પાચન સંબંધિત સમસ્યા સર્જી શકે છે.
હેલ્થ:
ઘણા લોકોને સવારે અથવા સાંજનાં નાસ્તામાં બ્રેડ લેવાનું પસંદ કરે છે. નાસ્તામાં ટોસ્ટ અથવા સેન્ડવિચ લેતા હોય છે.ઉપરાતં મોટાભાગના લોકો બટર બ્રેડનો નાસ્તો કરે છે. પરંતુ શું આપ જાણો છો રોજ બ્રેડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો જાણી લઇએ કે, બ્રેડ ખાવાથી શું નુકસાન થઇ શકે છે.
બ્રેડ ખાવાનાં ગેરફાયદા
- જો તમે સફેદ બ્રેડનું સેવન કરતા હો તો, સફેદ બ્રેડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તે બારીક લોટથી બનાવવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે છે. મેદો હોવાથી તે સુપાચ્ય બિલકુલ નથી. સફેદ બ્રેડથી પાચન સંબંધિત સમસ્યાઓ સર્જાઇ શકે છે.
- બ્રેડમાં સોડિયમ ખૂબ વધારે હોય છે. તેથી, બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે બ્રેડ લેવી યોગ્ય નથી.જો તમે સફેદ બ્રેડનું સેવન સતત કરતા હો તો તે મેદસ્વીતાને પણ વધારે છે.
- વર્કઆઉટ્સ પછી પણ જો આપ નાસ્તામાં બ્રેડ લેતા હો તો તે અયોગ્ય છે કારણ કે, બ્રેડથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે.
- બ્રેડ બ્લડમાં શુગર લેવલને વધારે છે. આ કિસ્સામાં, ડાયાબિટીઝના દર્દીઓએ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ.
- વ્હાઇટ બ્રેડમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ હોય છે. જે શરીરમાં સીબમનું ઉત્પાદન વધુ માત્રામાં કરે છે. જેના કારણે બ્રેડ ખાવાથી ખીલ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત તેમાં રહેલ સ્ટાર્ચ પણ દાંતના સડોનું કારણ બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion