શોધખોળ કરો

Health: ખાલી પેટ આ માત્રમાં જ ડ્રાયફ્રૂટ ખાવાથી શરીરને પહોંચે છે અદભૂત ફાયદા, નહિતો થશે નુકસાન

કાજુ ખાવા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે.

Cashew Nuts:ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જ આપણે તેને આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. ડ્રાયફ્રુટ્સમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો કે કાજુ, બદામ, કિસમિસ, અખરોટ અને ઘણા બધા ડ્રાય ફ્રુટ્સમાં આવે છે, પરંતુ કાજુ ખાવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. તમે ખાલી પેટ કાજુ ખાઈ શકો છો, આમ કરવાથી તમે તેના તમામ પોષક તત્વો સરળતાથી મેળવી શકો છો. તો ચાલો જાણીએ કાજુના ફાયદા વિશે.

ખાલી પેટ કાજુ ખાવાના ફાયદા

 કબજિયાતની સમસ્યામાંથી રાહત

કાજુમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમને  કાજુનું સેવન કરવું જોઇએ. કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર તો સ્વસ્થ રહે છે પરંતુ પેટની સમસ્યાઓથી પણ રાહત મળે છે.

 વજન નિયંત્રિત  રાખશે

ખાલી પેટ કાજુ ખાવાથી વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. ખાલી પેટ કાજુ ખાવાથી તમને દિવસ દરમિયાન ભૂખ લાગશે નહીં. ભૂખ ન લાગવાને કારણે તમે વધુ ખાવાનું ટાળશો. જેથી વજન નિયંત્રણમાં રહી શકશે.

 મેમરી બૂસ્ટ થશે

કાજુમાં મેગ્નેશિયમ જોવા મળે છે અને મેગ્નેશિયમ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આવી સ્થિતિમાં, જેમને યાદશક્તિની સમસ્યા છે તેઓ તેમના આહારમાં કાજુનો સમાવેશ કરી શકે છે. તેનાથી તમારું મેગ્નેશિયમ લેવલ વધશે અને તમારી યાદશક્તિ પણ સુધરશે.

 હાડકાંને મજબૂત કરવામાં મદદગાર

કાજુ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં જોવા મળતા સોડિયમ અને કેલ્શિયમ હાડકાંની નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. આવી સ્થિતિમાં, તમે કાજુનું સેવન કરીને હાડકાંને મજબૂત બનાવી શકો છો અને હાડકાની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

કાજુના સેવનથી થતા નુકસાન

  • કહેવાય છે કે કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે સારો નથી. આ નિયમ કાજુ માટે પણ લાગુ પડે છે. કાજુ વધારે ખાવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. આમાંના કેટલાક ગેરફાયદા નીચે મુજબ છે-
  • કાજુ વધારે ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે છે. આવી સ્થિતિમાં સોડિયમનું પ્રમાણ વધવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
  • જો કાજુમાં રહેલા ફાઈબરની માત્રા શરીરમાં વધી જાય છે, તો તેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટ ફૂલવું, ગેસ વગેરેનો સામનો કરવો પડી શકે છે.
  • જો કાજુમાં હાજર પોટેશિયમની માત્રા શરીરમાં વધી જાય તો કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી કાજુનું સેવન યોગ્ય માત્રામાં કરો.

દિવસમાં કેટલા કાજુ ખાવા યોગ્ય છે?

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોનું વજન ઓછું  અને  અથવા જો તે  કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો છો તો તમે એક દિવસમાં 50-100 ગ્રામ કાજુ ખાઈ શકો છો. જો આવું કંઈ ન હોય તો દિવસમાં 5-6 કાજુનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget