શોધખોળ કરો

Hair Care: ક્ષારયુક્ત પાણી વાળને પહોંચાડે છે નુકસાન, આ રીતે કરો આ સમસ્યાને દૂર

વાળ ગ્રોથ ઘટવાનું અને ખરવાનું પણ એક મુખ્ય કારણ ક્ષારયુક્ત પાણી છે. જો આપ પણ ક્ષારયુક્ત પાણીના કારણે પરેશાન હો તો આ ટિપ્સ અપનાવો.

Hair Fall And Damage: વાળગ્રોથ ઘટવાનું અને  ખરવાનું પણ એક મુખ્ય કારણ ક્ષારયુક્ત પાણી  છે. જો  આપ પણ ક્ષારયુક્ત પાણીના કારણે પરેશાન હો અને ક્ષારયુક્ત પાણીના કારણે વાળ ખરતા હોય તો આ ટિપ્સ પહેલા સમજી લો.

પાણીમાં રહેલો ક્ષાર ન માત્ર હેર પરંતુ સ્કિનનો પણ દુશ્મન છે. ક્ષારના કારણે વાળ બરછટ થઇ જાય છે, વધુ તૂટે છે અને વધુ ખરતા હોવાથી ગ્રોથ પણ ઘટતો જાય છે.

મીઠું પાણી વાળમાં શુષ્કતા વધારે છે. આ કારણે વાળ ઝડપથી નબળા થઈ જાય છે અને પછી તેમના ખરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકોના વધતા વાળ ખરતા, ટાલ પડવી અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓનું કારણ ત્યાંનું મીઠું પાણી છે. જો તમારા શહેર અથવા જિલ્લામાં પણ આવી જ સમસ્યા છે, તો તમે અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરીને સરળતાથી તમારા વાળને જાડા રાખી શકો છો.

ક્ષારયુક્ત પાણી કોને કહેવાય?

જે પાણીનો ઉપયોગ આપણે બધા પીવા અને રાંધવા માટે કરીએ છીએ, તે શુદ્ધ પાણી છે અને તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. ઉદાહરણ તરીકે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક વગેરે. પરંતુ આ બધા ચોક્કસ માત્રામાં છે.જે પાણીમાં મિનરલ્સ વધુ માત્રામાં હોય છે, તેને હાર્ડ વોટર કહેવાય છે. હાર્ડ વોટરમાં ક્લોરિનની માત્રા ખૂબ વધુ હોય છે. પાણીમાં વધુ માત્રામાં મિનરલ્સ ન તો આપના વાળ માટે ન તો સ્વાસ્થ્ય માટે સારૂ હોય છે.

ખારા પાણીના ઉકેલો શું છે?

યુનાઇટેડ કિંગડમ (યુકે) સ્થિત ત્વચારોગ વિજ્ઞાની ડૉ. જુશિયા ભાટિયા સરીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મીઠાના પાણીની સમસ્યાથી વાળને બચાવવાની ઘણી રીતો શેર કરી છે. ડૉક્ટર જુશિયા ત્વચારોગ વિજ્ઞાનમાં એમડી (ડૉક્ટર ઑફ મેડિસિન) છે.જો આપના  ઘરમાં આવતું પાણી ખારું હોય તો  ક્ષારને  દૂર કરવા માટે વોટર સોફ્ટનરનો ઉપયોગ કરી શકો છો. આ એક પ્રકારનું નાનું મશીન છે, જે અલગ-અલગ કિંમતમાં ઉપલબ્ધ છે.ઘરમાં એક હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયામાં વોટર સોફ્ટનર મળે છે. આ ઉપરાંત, ઘરમાં હાજર નળ પર વોટર સોફ્ટનર પણ સસ્તામાં મેળવી શકો છો. જે સામાન્ય રીતે 300 થી 800 રૂપિયાની વચ્ચે હોય છે.

ક્ષારયુક્ત પાણીથી થતાં નુકસાનથી બચાવવા માંગતા હોવ તો ક્ષારયુક્ત પાણીના બદલે હેર વોશ કરવા માટે આપ મિનરલ વોટરનો ઉપયોગ કરો. મોટાભાગના લોકો અઠવાડિયામાં બે વાર શેમ્પૂ કરે છે. તેથી વધારે મિનરલ વોટરની જરૂર નથી રહતી . વળી, વાળને જાડા અને સુંદર રાખવા માટે મિનરલ વોટરનો ખર્ચ પણ કંઇ મોંઘો સોદો નથી.

આ શેમ્પૂનો ઉપયોગ કરો

ડૉક્ટર જુસિયા ક્લેરિફાઈંગ શેમ્પૂથી વાળ ધોવાની ભલામણ કરે છે. તેઓ કહે છે કે તમારે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ શેમ્પૂનો ઉપયોગ કરવો જ જોઈએ. જેથી તમારા વાળના મૂળમાં જમા થયેલ મિનરલ્સ સંપૂર્ણપણે સાફ થઈ શકે.

જો વાળ ક્ષારયુક્ત પાણીથી જ ધોતા હો તો શેમ્પુ કર્યાં બાદ કન્ડિશનર અવશ્ય કરો, તેનાથી વાળમાં મોશ્ચરાઇઝર બની રહે છે. ડૉક્ટર જુસિયા લીવ-ઈન કંડીશનરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેનાથી હેરની સ્ટ્રેન્થ વધાવાની સાથે વાળ મુલાયમ બનશે.

સ્વિમિંગ કરતી વખતે

જો તમે સ્વિમિંગના શોખીન છો, તો ચોક્કસપણે જાણી લો કેસ સ્વિમિંગ પૂલનું પાણી સામાન્ય રીતે ક્લોરિનથી ભરેલું હોય છે. આ જ કારણ છે કે, સ્વિમિંગ પછી વાળ ખૂબ જ સૂકા અને સખત થઈ જાય છે. ડૉક્ટર જુશિયા કહે છે કે, આ સમસ્યાથી બચવા માટે તમારે પૂલમાં સ્વિમિંગ કરતી વખતે સ્વિમિંગ કૅપ અવશ્ય પહેરવી જ જોઈએ.

વરસાદમાં ભીજાવું કેટલાક લોકોને ખૂબ ગમતું હોય છે પરંતુ   વાસ્તવમાં જ્યારે વરસાદના ટીપાં પૃથ્વી પર પડે છે ત્યારે આ ટીપાંની સાથે હવામાં રહેલા પ્રદૂષણના કણો, ધૂળ અને કાર્બનના કણો વગેરે પણ પૃથ્વી પર આવે છે. આ કારણે વરસાદમાં ભીનું થવું તમારા વાળ ખરવાનું કારણ બની શકે છે. ડૉક્ટર જુશિયાએ વરસાદના પાણીથી પણ વાળને  બચવાની સલાહ આપી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Embed widget