શોધખોળ કરો

Cancer Preventions: આ ખાદ્ય પદાર્થો ઘટાડે છે કેન્સરનું જોખમ, અમુક તો ઘરમાં હોવા છતાં નથી હોતી ખબર

Cancer Prevention Tips: હળદર, ખાટા ફળો, ટમેટા, લસણ, ફેટી ફીશ પણ કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે.

આહાર અને તંદુરસ્તી વચ્ચે સીધો સંબંધ છે. અમુક ખોરાક હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીશ અને કેન્સર જેવી બિમારીના જોખમમાં ઘટાડો કરતાં હોય છે. ખાસ કરીને કેન્સર જેવી અસાધ્ય બિમારીથી સાવધ રહેવું જોઇએ અને તેની સામે રક્ષણ આપે તેવો ખોરાક લેવો જોઇએ. ઘણા ખાદ્ય પદાર્થમાં એવા લાભકારક ઘટકો હોય છે કે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. કેટલાંક અભ્યાસોમાં પણ બહાર આવ્યું છે અમુક ફૂડથી આવી બિમારીના જોખમમાં ઘટાડો થાય છે. આમાંથી અમુક ફૂડની અહીં માહિતી આપવામાં આવી છે. ઓલિવ ઓઇલ ઓલિવ ઓઇલથી તંદુરસ્તીમાં વધારો કરવામાં મદદ મળે છે. 19 અભ્યાસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે વધુ ઓલિવ ઓઇલનો વપરાશ કરતાં લોકોમાં બ્રેસ્ટ કેન્સર અને પાચનતંત્રના કેન્સરના જોખમમાં ઘટાડો થયો હતો. તેથી બીજા તેલની જગ્યાએ ઓલિવ ઓઇલનો વપરાશ કરવો જોઇએ. સલાડ, શાકભાજી, મીટ, ફીશ કે પોલ્ટ્રીમાં ઓલિવ ઓઇલનું પ્રમાણ વધારી શકાય છે. બ્રોકોલી બ્રોકોલીમાં સલ્ફોરેફેન નામનું તત્વ હોય છે. તે તેના એન્ટીકેન્સર ગુણધર્મ માટે જાણીતું છે. ટેસ્ટ ટ્યુબ અભ્યાસમાં બહાર આવ્યું છે કે સલ્ફોરેફેનથી બ્રેસ્ટ કેન્સર સેલના કદ અને સંખ્યામાં 75 ટકા સુધી ઘટાડો થાય છે. અનિમલ સ્ટુડીમાં પણ બહાર આવ્યું છે કે સલ્ફોરેફેનથી ઉંદરની સારવાર કરવાથી પ્રોસ્ટેટ કેન્સરના સેલને મારવામાં મદદ મલે છે. તેનાથી કેન્સરની ગાંઠના કદમાં પણ 50 ટકા સુધી ઘટાડો થયો હતો. Cancer Preventions: આ ખાદ્ય પદાર્થો ઘટાડે છે કેન્સરનું જોખમ, અમુક તો ઘરમાં હોવા છતાં નથી હોતી ખબર ગાજર વિવિધ અભ્યાસમાં જણાયું છે કે વધુ ગાજર ખાવાથી વિવિધ પ્રકારના કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે. પાંચ અભ્યાસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગાજરથી પેટના કેન્સરના જોખમમાં 26 ટકા સુઘી ઘટાડો થાય છે. તેનાથી પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા પણ 18 ટકા સુધી ઘટે છે. 1,266 લોકોને આવરી લઈને કરવામાં આવેલા સરવે મુજબ ગાજર ન ખાતા અને ધ્રુમ્રપાન કરતાં લોકોમાં ગાજર ખાતા લોકોની સરખામણીમાં ગળાના કેન્સરનું ત્રણ ગણું વધુ જોખમ રહે છે. બેરી બેરીમાં એન્થોકિન્સનું પ્રમાણ ઊંચું છે. આ પ્લાન્ટ પિગમેન્ટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મ હોય છે અને તે કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે. એક અભ્યાસમાં બહાર આવ્યું હતું કે કોલોરેક્ટલ કેન્સર ધરાવતા 25 લોકોની સાત દિવસ સુધી બિલબેરીથી સારવાર કરવામાં આવી હતી અને તેનાથી કેન્સરના કોષના વિકાસમાં 7 ટકા ઘટાડો થયો હતો. ઓરલ કેન્સરમાં પણ બ્લેક રાસબેરી ઉપયોગી છે. તેથી તમારા આહારમાં બે બેરીનો સમાવેશ કરવાનું લાભકારક છે. Cancer Preventions: આ ખાદ્ય પદાર્થો ઘટાડે છે કેન્સરનું જોખમ, અમુક તો ઘરમાં હોવા છતાં નથી હોતી ખબર લીલા વટાણા વટાણામાં ફાઇબરનું પ્રમાણ વધું હોય છે, જે કોલોરેક્ટલ કેન્સર સામે રક્ષણ આપી શકે છે. અનિમલ સ્ટડીમાં બહાર આવ્યું છે કે દરેક સપ્તાહે બિન્સ ખાવાથી ફાઇબરનું પ્રમાણ વધે છે અને કેન્સરનું જોખમ ઘટે છે. તજ તજ તેના આરોગ્યપ્રદ લાભ માટે જાણીતા છે. તેનાથી બ્લૂડ શ્યૂગરમાં અને ઇન્ફ્લેમેશનમાં ઘટાડો થાય છે. તજથી કેન્સરના ફેલાવાને રોકી શકાય છે. તજના તેલથી ગળાના કેન્સરના કોષનો વિકાસ અટકે છે અને કેન્સરની ગાંઠના કદમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી તમારા ભોજનમાં એક કે દોઢ ચમચી તેજથી કેન્સરના જોખમ ઘટાડી શકાય છે. આ ઉપરાંત હળદર, ખાટા ફળો, ટમેટા, લસણ, ફેટી ફીશ પણ કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget