ત્વચાની સુંદરતા માટે રાત્રે સૂતા પહેલા કરો આ કામ, સ્કિન બર્ન સહિતની સમસ્યાથી મળશે છૂટકારો
ત્વચાની અનેક સમસ્યામાં ઘરેલુ સરળ નુસખા કારગર નિવડે છે. નિયમિત તેના પ્રયોગથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. તો ત્વચાની સુંદરતાને યથાવત રાખતા ઘરેલું નુસખા જાણીએ
કેટલીક વખત પૂરતી ઊંઘ લીધા બાદ પણ ચહેરો થાકેલો લાગે છે. તો આપ સવારથી સાંજ સુધી ચહેરા પર નેચર ગ્લો ઇચ્છો છો તો રાત્રે સૂતા પહેલા એક નાનકડી ટિપ્સ અજમાવવાની જરૂર છે. રાત્રે સૂતાના અડધા કલાક પહેલા અડધો ગ્લાસ પાણી પીવો.
સ્કિનના ગ્લો માટે ડાયટમાં ગાજરને સામેલ કરો., ગાજરમાં વિટામિન કે,સી,એ,બી હોય છે. જે સ્કિન પર આવતા ડેડ સેલ્સને ખતમ કરે છે.
ચહેરા પર કાચું દૂધ લગાવવાથી પણ ત્વચા પર નિખાર આવે છે, ખાસ કરીને સ્કિન બર્નમાં આ પ્રયોગ કારગર છે.
જો આપને ચહેરા પર સ્કિન થતાં હોય તો સ્કિનની સમસ્યામાં કાચા દૂધમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
ઊંઘ પૂરી લો જે સ્કિનને ગ્લો કરવામાં ખૂબ જ મદદ રૂપ થાય છે. રાત્રે સૂતા પહેલા વિટામિન ઇની કેપ્સ્યૂલમાં એલોવેરા જેલ લગાવી ચહેરા પર લગાવવાથી પણ સ્કિન ગ્લો કરે છે.
દૂધ શરીરને પોષક તત્વો પૂરા પાડે છે. તેમાં મોજૂદ લેક્ટિક એસિડ ત્વચાને સ્વસ્થ બનાવવામાં કારગર છે. તેનો ઉપયોગ આપ એક ફેસપેકના રૂપે કરી શકો છો. આ માટે કાચ દૂધનો ઉપયોગ કરો. ચહેરા પર કાચુ દૂધ લગાવો અને 10થી 20 મિનિટ રહેવા દો ત્યારબાદ ચહેરો વોશ કરી લો. આ પ્રયોગથી સ્કિનની ફેયરનેસ વધશે.
લિપ્સની સુંદરતા વધારવા માટે બદામના તેલનો ઉપયોગ કારગર છે. રાત્રે સૂતા પહેલા ટૂથબ્રશથી હળવા હાથે હોઠ પરની ડેડ સ્કિનને કાઢી નાખો. ત્યારબાદ હોઠ પર બદામનું તેલ કે મધ લગાવીને સૂઇ જાવ. સવારે આપના હોઠ મુલાયમ અને ગુબાલની પાંખડી જેવા સુંદર દેખાશે. ૉ
એવોકાડો સ્કિન માટે સૌથી બેસ્ટ ખાદ્ય પદાર્થ છે તેનાથી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. એવોકાડોમાં એવા ન્યટ્રીશ્યન મોજૂદ હોય છે કે જે એન્ટી એજિંગની પ્રોસેસમાં મદદગાર સાબિત થાય છે. એવોકાડોથી અનેક પ્રકારના નેચરલ ફેસપેક અને માસ્ક પણ બનાવી શકાય છે. આટલું જ નહીં આપ તેને ડાયટમાં પણ સામેલ કરી શકો છો.