શોધખોળ કરો
Advertisement
બાળકની યાદશક્તિ વધારવા માંગો છો તો ડાયટમાં આ 5 ફૂડને અવશ્ય સામેલ કરો
જો બાળકની યાદશક્તિ અને મગજની ક્ષમતા વધારવા માંગતા હો તો બાળકના ફૂડમાં બદામ, દાડમ સહિતના આ ફૂડને સામેલ કરવાની ક્ષમતા વધી શકે છે.
હેલ્થ:સ્વસ્થ શરીર સાથે મગજની તંદુરસ્તી પણ એટલી જ મહત્વની છે. જો વારંવાર ભૂલી જતાં હો. કાર્યક્ષમતા ઓછી હોય તો આ બધી જ નબળી મગજશક્તિના સંકેત છે. તો મગજની ક્ષમતા વધારવા ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. એવા પાંચ ફૂડ છે, જેનાથી બ્રેઇન પાવર વધી શકે છે.
ડાર્ક ચોકલેટ:ડાર્ક ચોકલેટ મગજના ફંકશનને બૂસ્ટ કરે છે. ન્યુટ્રીશ્યનના જણાવ્યાં મુજબ ડાર્ક ચોકલેટમાં ફાઇબર અને મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાર્ક ચોકલેટથી બ્લ્ડ પ્રેશર કુદરતી રીતે નિયંત્રિત રહે છે.
બ્રોકલી: મગજ માટે બ્રોકલી ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલીમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફ્લેવોનોઇડ, વિટામિન-ઇ, આયરન અને કોપર છે. આ પોષક તત્વો મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેનાથી યાદશક્તિ પણ વધે છે.
બદામ: જો આપ વારંવાર ભૂલી જતાં હો અને કંઇ યાદ ન રહેતું હોય તો બદામ આપના માટે ઉત્તમ વિકલ્પ છે. દિવસમાં 10થી12 બદામના દાણા લો, યાદશક્તિમાં વધારો થવાની સાથે મગજના ફંકશનને બૂસ્ટ કરે છે.
અખરોટ: અખરોટ મગજ માટે ખૂબ જ હેલ્થી હોય છે. તેમાં કેટલાક એવા તત્વો છે. જે મગજને એક્ટિવ રાખે છે. અખરોટમાં વિટામિન-ઇ, કોપર, મેગેનીઝ હોય છે, બ્રેઇનની પાવરને વધારે છે.
દાડમ: મમોરીને શાર્પ કરવા માટે કેટલાક ફળો પણ અસરકારક રહે છે. દાડમ હિમોગ્લોબિન વધારવાની સાથે બ્રેઇન પાવર પણ વધારે છે. કોઇપણ વ્યક્તિનું તેજ દિમાગ તેમના માનસિક સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. દાડમમાં મોજૂદ પોલીફેનલ્સ નામના મોલિક્યૂલ બ્લડ બ્રેન બૈરિયરને ક્રોસ કરતા ન્યૂરોડિજેનરેટિવ બીમારીથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement