શરીરમાં જમા થયેલા યુરિક એસિડને બહાર ફેંકી દેશે આ 6 ડ્રિંક્સ, કિડનીની સફાઈમાં પણ મદદગાર
આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા ખૂબ જોવા મળે છે. યુરિક એસિડ શરીરમાં બનતો વેસ્ટ પદાર્થ છે, જે પ્યુરિનના ભંગાણથી બને છે.

Uric Acid Drinks : આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા ખૂબ જોવા મળે છે. યુરિક એસિડ શરીરમાં બનતો વેસ્ટ પદાર્થ છે, જે પ્યુરિનના ભંગાણથી બને છે. તમને જણાવી દઈએ કે તે શરીર માટે હાનિકારક નથી, પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધે છે, ત્યારે તે સંધિવા, સાંધાનો દુખાવો અને કિડની સંબંધિત રોગોનું કારણ બની શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે યુરિક એસિડને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જો તમારા યુરિક એસિડનું સ્તર વધી ગયું હોય, તો તેને ઓછું કરો. નહીં તો શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ તમારી કિડનીને સ્વસ્થ રાખવા અને યુરિક એસિડને નિયંત્રિત કરવા માંગતા હોય તો તમે આ પીણાંનું સેવન કરી શકો છો.
1. લીંબુ પાણી-
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે શરીરને કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે.
2. હળદરવાળું દૂધ-
હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. આ દૂધનું સેવન કરીને તમે યુરિક એસિડનું લેવલ સામાન્ય કરી શકો છો
3. આદુનું પાણી-
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તમે સવારે ખાલી પેટે આદુનું પાણી પી શકો છો. આ પાણી પીવાથી થોડા સમયમાં જ તમને ફેરફાર જોવા મળશે.
4. દૂધીનો રસ-
દૂધી એક લીલી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ દૂધીનો રસ પીવાથી યુરિક એસિડનું સ્તર નિયંત્રિત કરી શકાય છે.
5. બીટરૂટનો રસ-
બીટરૂટનો રસ પીવાથી યુરિક એસિડ ઘટાડવામાં મદદ મળી શકે છે. બીટરૂટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો બીટરુટના રસનું દરરોજ સેવન કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે.
6. ગ્રીન ટી-
ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ જોવા મળે છે, જે યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પીણું દરરોજ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















