બજારમાં મળતો તૈયાર કેરીનો રસ લેતા પહેલા સાવધાન, જાણો કેમ છે નુકસાનકારક અને અનહેલ્ધી
Health: ઉનાળો આવતા કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે, કેરીના રસિયા માટે એક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. જો આપ કેરીના બદલે કેરીનો રસ બજારમાંથી સીધો જ ખરીદો છો તો જાણી લો કેવી રીતે તે નુકસાનકારક સાબિત થાય છે.

Health:આપ પણ બજારમાં તૈયાર મળતા કેરીના રસને ખરીદવાનું વધુ પ્રીફર કરો છો તો સાવધાન પેકેજ્ડ કેરીનો રસ સૌથી ખરાબ અને નિઃશંકપણે બિનઆરોગ્યપ્રદ વિકલ્પ છે. હેલ્ધી ડ્રિંક કે એનર્જી ડ્રિંક તરીકે કેરીના આ રેડીમેડ બજરમાં મળતા જ્યુસને પસંદગી કરવું હેલ્ધી વિકલ્પ નથી. અભ્યાસના અહેવાલો અનુસાર, પેકેજ્ડ જ્યુસ (જેમ કે કેરીનો રસ)માં લગભગ 20 ટકા ફળોની સામગ્રી અને 80 ટકા ખાંડ અને કૃત્રિમ સ્વાદ હોય છે. કેટલીકવાર વાસ્તવિક ફળની માત્રા 20 ટકાથી ઓછી હોય છે.
આરોગ્ય પર કૃત્રિમ અને પેકેજ્ડ જ્યુસની અસરોનું વિશ્લેષણ કર્યા પછી, નિષ્ણાતોનું તારણ છે કે, આજકાલ વધી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ પેકેડ અને રેડી ટૂ ઇટ ફૂડ છે. તદુપરાંત, ઘણા લોકો તેમની દૈનિક પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હેલ્ધી ઓપ્શનના રૂપે જુએ છે આ એક ભૂલભરેલી માન્યતા છે.
વધુ ખાંડની માત્રા
બજારમાં મળતા રસમાં રસમાં વધુ માત્રામાં ખાંડ ઉમેરવામાં આવે છે. આનાથી વજન વધવું, સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
ઓછું ફાઇબર
બજારમાં મળતા તૈયાર કેરીના જ્યુસમાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોય છે, જેના કારણે તે પેટ ભરવામાં મદદ કરતું નથી. આ કારણે વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે અને વધુ ખાવાનું મન થાય છે.
કૃત્રિમ સ્વાદો
પેકેજ્ડ કેરીના રસમાં આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
પ્રિઝર્વેટિવ્સ
બજારમાં મળતો કેરીનો રસ ખરાબ ન થાય અને લાંબો સમય રહે માટે પેકેજ્ડ કેરીના રસમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે, જે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
આ રસમાં પોષક મૂલ્ય નથી
બજારમાં મળતાં કેરીના રસમાં કોઈ વાસ્તવિક કેરીનો રસ અથવા પલ્પ હોતો નથી તેમાં કેરીના બદલે પપૈયા જેવા ફ્ળનો રસ પણ ઉમેરવામાં આવે છે આ સાથે મેંગોના સ્વાદ માટે એસેંન્સ પણ ઉમેરાય છે આ રીતે આ બજારના રસમાં પોષક મૂલ્ય ઘટી જાય છે.
સ્વાસ્થ્ય સમસ્યાઓ
પેકેજ્ડ કેરીના રસના નિયમિત સેવનથી વજન વધવું, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવા બજારમાં મળતા તૈયાર રસ કેટલીક વખત ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે કારણ કે તેમાં ફ્રેશ કેરી ન વાપરીને ઘણી વખત ખરાબ કેરીનો ઉપયોગ થાય છે ઉપરાંત પપૈયા ઉમેરી દેવાઇ છે જેથી આપને ઓરિઝન કેરીનો રસ પણ મળતો નથી અને ફ્રેસ હાઇજિન ન હોવાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે.
સલાહ
જો તમારે કેરીનો રસ પીવો હોય તો ઘર પર કેરી લાવી તાજી કેરીનો રસ જાતે ઘરે તૈયાર કરો. આ કેરીનો રસ બનાવીને પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. આ સિવાય તમે કેરી કાચી ખાઈ શકો છો અથવા કેરીની સ્મૂધી બનાવીને પી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















