(Source: ECI/ABP News/ABP Majha)
જો બાળક વધુ પડતી ચોકલેટ ખાતુ હોય તો તમારે સાવધાન રહેવાની જરુર, ગંભીર બીમારી થઈ શકે છે
ચોકલેટને જોતા જ બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે. ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે.
બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટને જોતા જ બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે. ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે. પરંતુ જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ચોકલેટમાં લીડ અને કેડમિયમ જેવા હાનિકારક તત્ત્વો મોટી માત્રામાં જોવા મળે છે. આ કારણે વધુ પડતી ચોકલેટ ખાવી એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સાથે ચોકલેટમાં રહેલ કેફીન અને શુગર બાળકોને નુકસાન પહોંચાડે છે. વધુ પડતી ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર, સ્થૂળતા અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને વધુ પડતી ચોકલેટ ખાવા ન દેવી જોઈએ.
કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે
ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાને કારણે કિડનીના રોગો થવાનું જોખમ રહે છે. જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે. આ ઉપરાંત, તે ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે.
કોલેસ્ટ્રોલ વધી જાય છે
ચોકલેટમાં કેફીન અને ખાંડ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે. બાળકો જો વધુ પડતી ચોકલેટ ખાતા હોય તો તેમને રોકવા જોઈએ.
ઊંઘ પર અસર પડે છે
ચોકલેટ ખાવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડે છે.ઊંઘ ન આવવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર થાય છે. જ્યારે બાળકોને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તેઓ ચીડિયા અને ઉદાસીન રહે છે. તેમની યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શીખવાની ક્ષમતા પર અસર થાય છે. તેથી માતાપિતાએ બાળકોને રાત્રે ચોકલેટ ખાવાનું બંધ કરવું જોઈએ અને યોગ્ય ઊંઘની પેટર્ન જાળવવાનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી બાળકોના માનસિક વિકાસમાં મદદ મળશે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )