શોધખોળ કરો

બ્રેન ઈટિંગ અમીબાના કેરળમાં 80 કેસ નોંધાયા,21 લોકોના મોત,રાજ્ય મંત્રીએ રોગના કારણ વિશે જાણો શું આપ્યું નિવેદન

Brain Eating Amoeba: કેરળમાં આ દિવસોમાં એક ખતરનાક રોગે લોકોમાં ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM) તરીકે ઓળખવામાં આવે છે.

Brain Eating Amoeba: કેરળમાં આ દિવસોમાં એક ખતરનાક રોગે લોકોમાં ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM) તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ સાયલન્ટ કિલરના 80 કેસ નોંધાયા છે, અને 21 લોકોના મોત થયા છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી હતી. ચિંતાજનક બાબત એ છે કે આ પરિસ્થિતિ પહેલા ક્યારેય જોવા મળી નથી. તેને મગજ ખાનાર અમીબા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મગજને ગંભીર નુકસાન પહોંચાડે છે. તે એટલું ખતરનાક છે કે એકવાર ચેપ લાગ્યા પછી મૃત્યુદર 90% થી વધુ થઈ જાય છે.

કેરળમાં 'નાગલેરિયા ફાઉલેરી' (Naegleria fowleri) ના કારણે થતા 'પ્રાયમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસ' (Primary Amoebic Meningoencephalitis- PAM) ના 80 કેસ અને 21 મૃત્યુ નોંધાયા છે, આ એક દુર્લભ છતાં ખૂબ જ ઘાતક મગજનો ચેપ છે, જેને સામાન્ય રીતે "બ્રેન-ઈટિંગ અમીબા" કહેવાય છે, તેમ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મંગળવારે જણાવ્યું હતું.

પત્રકારો સાથે વાત કરતાં જ્યોર્જે કહ્યું કે એન્સેફાલીટીસના કેસનું કારણ હજુ અજાણ્યું છે, પરંતુ રાજ્યે તેની તમામ માઇક્રોબાયોલોજી લેબમાં પોતાની ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી છે. જ્યોર્જે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, "રાજ્યમાં 80 કેસ અને 21  મૃત્યુ નોંધાયા છે. કેરળમાં એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસના કેસ નોંધાઈ રહ્યા છે તેનું કારણ એકદમ સ્પષ્ટ છે કે 2023 પછી, અમે દરેક એક-એક એન્સેફાલીટીસ કેસની જાણ કરવા અને તેનું કારણ શોધવા પર ભાર મૂક્યો છે."

તેમણે ઉમેર્યું કે, "અમે એન્સેફાલીટીસના કેસનું કારણ જાણતા નથી. જ્યારે અમે વહેલું નિદાન કરીએ છીએ, ત્યારે અમે જીવન બચાવવામાં સક્ષમ છીએ. અમે અહીં અને તમામ માઇક્રોબાયોલોજી લેબમાં અમારી પોતાની ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી છે. ચોક્કસ, અમીબા મળી આવે છે, અને અમે પીસીઆર ટેસ્ટ કરીએ છીએ, અને અમે 2024 માં માર્ગદર્શિકા બહાર પાડી છે."

તેમણે કહ્યું, "અમે ટેકનિકલ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. તેથી અમે રોગની ઓળખ કરવા, કારણ શોધવા અને વહેલી સારવાર આપીને જીવન બચાવવાના અમારા પ્રયાસો ચાલુ રાખી રહ્યા છીએ."

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
Calorie in Roti: ઘઉંથી લઈને બાજરી સુધી, કઈ રોટલીમાં કેટલી હોય છે કેલરી? જાણો તમારી થાળીનું હેલ્થ સિક્રેટ
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે? જાણો કયા તાપમાને ત્વચા દાઝવા લાગે છે
Heatwave Risk:: રાત્રિના વધતા તાપમાનથી બીમારીઓનું જોખમ કેમ વધી રહ્યું છે? જાણો નિષ્ણાતોનો મત
Heatwave Risk:: રાત્રિના વધતા તાપમાનથી બીમારીઓનું જોખમ કેમ વધી રહ્યું છે? જાણો નિષ્ણાતોનો મત
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા
શું તમારા ખિસ્સામાં રાખેલો Smartphone બની રહ્યો છે ઘટતા જન્મ દરનું કારણ? આ રિપોર્ટે વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
Embed widget