હાર્ટ અટેકમાં CPRથી બચી શકે છે જિંદગી, જાણો, 2 મિનિટની આ ટેકનિક કેવી રીતે આપે છે મોતને માત
અચાનક રેસ્પિરેટરી એરેસ્ટ કે કાર્ડિયાક એરેસ્ટના કિસ્સામાં આ મેડિકલ ટેક્નિકનો ઉપયોગ કરીને દર્દીનો જીવ બચાવી શકાય છે.જાણીએ શું છે આ ટેકનિક, જેનાથી મોતને આપી શકાય છે માત..
Heart Attack:સીડીસીના જણાવ્યા મુજબ, હાલમાં કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા 10માંથી 9 લોકો હોસ્પિટલની બહાર મૃત્યુ પામે છે. આ આંકડાને CPR દ્વારા ઘટાડી શકાય છે. જો કાર્ડિયાક અરેસ્ટની પ્રથમ થોડી મિનિટોમાં દર્દીને CPR આપવામાં આવે તો દર્દીની બચવાની શક્યતા બમણી અથવા ત્રણ ગણી થઈ શકે છે.
CPRનું ફુલ ફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (Cardio pulmonary resuscitation) (CPR) છે. આ એક ઈમરજન્સી મેડિકલ ટેક્નિક છે જેના દ્વારા કોઈ વ્યક્તિનો શ્વાસ કે હૃદય બંધ થઈ જાય તો તેનો જીવ બચાવી શકાય છે. જ્યારે વ્યક્તિનું હૃદય ધડકવાનું બંધ કરે છે, ત્યારે તેને કાર્ડિયાક અરેસ્ટ થાય છે. કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન, હૃદય મગજ અને ફેફસાં સહિત શરીરના બાકીના ભાગમાં લોહી પંપ કરી શકતું નથી. સારવાર વિના મૃત્યુ મિનિટોમાં થઈ શકે છે. CPR માં, દર્દીની છાતી પર દબાણ નાખવામાં આવે છે, જે રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરી શકે છે.
શું CPRથી જિંદગી બચાવી શકાય છે?
સીડીસીના જણાવ્યા મુજબ, હાલમાં કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા 10માંથી 9 લોકો હોસ્પિટલની બહાર મૃત્યુ પામે છે. આ સમસ્યા CPR દ્વારા ઘટાડી શકાય છે. જો કાર્ડિયાક અરેસ્ટની પ્રથમ થોડી મિનિટોમાં દર્દીને CPR આપવામાં આવે તો દર્દીની બચવાની શક્યતા બમણી અથવા ત્રણ ગણી થઈ શકે છે.
CPR દર્દીને કેવી રીતે આપી શકાય
તમારા બંને હાથને દર્દીની છાતીની વચ્ચે રાખો અને 100 થી 120 પ્રતિ મિનિટના દરે છાતી પર સખત દબાણ કરો. દરેક દબાણ પછી છાતીને તેની સામાન્ય સ્થિતિમાં આવવા દો. મેડિકલ ઇમર્જન્સી મદદ ન મળે ત્યાં સુધી આ ચાલુ રાખો. આ ટેકનિકથી હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં દર્દીનો જીવ બચાવી શકાય છે.
ઉલ્લેખનિય છે કે,આજે મહેમદાવાદમાં બાઇક સવારને હાર્ટ અટેક આવી જતાં સીપીઆર ટ્રીકથી જિંદગી બચાવી હતી.મહેમદાવાદના આમસરણ પાસે એક બાઈક ચાલકને રોડ પર જ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તાત્કાલિક ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા બે જવાને બાઈક ચાલકને સીપીઆર આપી તેનો જિંદગી બચાવી હતી. મહેમદાવાદ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ દળના મનોજભાઈ વાઘેલા અને અબ્દુલ કાદર મલેકે સીપીઆર આપીને બાઈક ચાલકનો જીવ બચાવ્યો હતો. સીપીઆર આપ્યા બાદ બાઈક ચાલકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )