Dates benefits: શિયાળામાં સવારે વહેલા ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમાં થાય છે અનેક ફાયદા
ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે.

ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. તે ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે અને તે વધેલા વાત અને પિત્ત દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે.
ખાલી પેટ સવારે વહેલા ખજૂર ખાવાથી તમારુ વજન ઘટવા લાગે છે. જે લોકો વજન ઘટાડવાનું મન બનાવી રહ્યા હોય તે ઊંઘમાંથી જાગ્યા બાદ ખજૂર ખાય તો તેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી.
ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે. ખજૂરમાં આયર્ન ભરપૂર માત્રા હોવાના કારણે શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ વધી જાય છે અને તમને ઉર્જાથી ભરી દે છે.
પાચનની સમસ્યાથી પરેશાન હોવ તો પણ ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણો ફાયદો થાય છે. જે લોકો પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે સવારે ખજૂર જરૂર ખાવી જોઈએ. ખજૂરમાં હાજર ફાઈબર પાચનશક્તિને મજબૂત બનાવે છે અને જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.
નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં મદદ મળે છે. ખજૂર સોજા ચડતા અટકાવે છે. ગર્ભાવસ્થામાં ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. ખજૂર ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.
ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )






















