Health Tips: શું આપ પણ ચા-કોફીના સેવનથી દિવસની શરૂઆત કરો છો? તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફીના સેવનથી કરે છે. જો કે આ આદત બહુ ખોટી છે. ખાલી પેટે ચા-કોફીનું સેવન કરવાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે.
Health Tips: આપણામાંથી લગભગ 95 ટકા એવા હશે કે આપણા દિવસની શરૂઆત ચા કે કોફીના કપથી કરે છે. આવા લોકો માટે સવારની ચા કે કોફી ન મળે ત્યાં સુધી ઉઠવું અને કામ કરવું મુશ્કેલ બની જાય છે, પરંતુ શું આપ જાણો છો કે આપના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આ આદત સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી નથી માનવામાં આવતી. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા કે કોફી પીવાની આદત તમારા બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અને શ્વાસની ગતિને અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી કે સિગારેટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણીએ તેની શરીર પર શું થાય છે અસર
દિવસની શરૂઆત ચા અને કોફીથી કરશો તો થશે આ નુકસાન
1 સવારની ચા-કોફી બ્લડ શુગર વધારે છે
દિવસની શરૂઆત ચા કે કોફીથી કરવાથી તેની સીધી અસર બ્લડ સુગર પર પડે છે. જે બ્લડસુગર વધારે છે અને કોષોને શૂન્ય પોષણ પૂરું પાડે છે. આ સિવાય સવારની ચા કે કોફી શરીરના એસિડ-આલ્કલાઇન સંતુલનને ખોરવીને ઉબકા જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. ખાલી પેટે તેનું સેવન ખૂબ જ નુકસાનકારક છે.
ચા-કોફી ભૂખ ઓછી કરે છે
સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફીનું સેવન કરવાથી તમારી ભૂખ ઓછી થાય છે. તેના સેવનથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે શરીરમાં કેલરીની અછત સર્જાય છે.
ચા-કોફીની મેટાબોલિઝમ પર વિપરિત અસર
દિવસની શરૂઆત ચા કે કોફીથી કરવાથી તમારી ભૂખ ઓછી થાય છે. આવી સ્થિતિમાં તમને કંઈપણ ખાવાનું મન થતું નથી. આ આદત ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે અને તેની સીધી અસર પાચન તંત્ર પર પણ પડે છે. બીજી તરફ, સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી તમારા મેટાબોલિઝમ રેટમાં વધારો થઈ શકે છે.
પેટની સમસ્યા વધી શકે છે
ખાલી પેટે ચા કે કોફી પીવાથી ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે, કારણ કે ચા અને કોફીમાં કેફીન હોય છે. ખાલી પેટે કેફીનનું સેવન ગેસ્ટ્રિક કોષોને ઉત્તેજિત કરે છે, જે હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, તે શરીર પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )