Frequent Cold: શું આપને વારંવાર શરદી થાય છે? તો સાવધાન, જાણો કારણો
Vitamin Deficiency And Cold:કેટલાક લોકોને શરદીની સતત સમસ્યા રહે છે, ચાલો જણાવીએ કે, આ સમસ્યા શા માટે થાય છે.

Weak Immunity Symptoms:શિયાળા દરમિયાન શરદી એ સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક માનવામાં આવે છે. આ એક એવી ઋતુ છે, જેમાં લોકો સરળતાથી ચેપની ઝપેટમાં આવી જાય છે પરંતુ જો તમને ફક્ત શિયાળા દરમિયાન જ નહીં પરંતુ અન્ય ઋતુઓમાં પણ સતત શરદીનો અનુભવ થઈ રહ્યો હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમારું શરીર વિટામિન મિનરલ્સની ઉણપની ચેતવણી આપે છે અન્ય બીમારીઓની જેમ, શરદી એ શરીર માટે એક ચેતવણી સંકેત છે કે, તે ઉણપનો અનુભવ કરી રહ્યું છે. જો તમે આ સમસ્યાનો અનુભવ દરેક ઋતુમાં કરી રહ્યા છો, પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો, તો ચાલો જાણીએ કે આ સમસ્યાનું કારણ શું છે.
શું આપને રોજ સવારે શરદી થઇ જાય છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આપણને દરરોજ શરદી કેમ થાય છે? આ ફક્ત હવામાનને કારણે નથી. ઘણીવાર, તેનું કારણ રોગપ્રતિકારક શક્તિ માટે સેના તરીકે કામ કરતા આવશ્યક વિટામિન અને ખનિજોનો અભાવ હોય છે. જ્યારે આ પોષક તત્વોનો અભાવ હોય છે, ત્યારે શરીર વાયરલ ચેપ, ખાસ કરીને સામાન્ય શરદી જેવા વાયરસ સરળતાથી ઘર કરી જાય છે.
કયા વિટામિન અને ખનિજોની ઉણપ છે?
સામાન્ય પોષક તત્વોની ઉણપ આ સમસ્યાનું મૂળ છે. જેમાં વિટામિન સી ટોચ પર છે. વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિ માટે એક ટ્રેનર જેવું છે. તે શરીરમાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જે ઇંફેકશનથી લડવલાનું પહેલી સંરક્ષણ પ્રણાલી છે. તે એક એન્ટીઑકિસડન્ટ પણ છે, એટલે કે તે મુક્ત રેડિકલ સામે લડે છે જે સેલ્યુલર સ્તરે શરીરને નુકસાન પહોંચાડે છે.
વિટામિન ખનીજ કમીના અન્ય સંકેત
વારંવાર શરદી
ઘા ધીમા રૂઝવા
પેઢામાંથી લોહી નીકળવું
સતત થાક
સૂકી અને નિસ્તેજ ત્વચા
વિટામિન ડીની ઉણપ
વિટામિન ડી બીજા ક્રમે આવે છે. આપણે ઘણીવાર તેને હાડકાં સાથે જોડીએ છીએ, પરંતુ તે તમારી રોગપ્રતિકારક શક્તિના કાર્યને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે રોગપ્રતિકારક કોષોને સક્રિય કરે છે અને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. જો તમે વારંવાર બીમાર થાઓ છો, ખાસ કરીને શિયાળામાં અથવા લાંબા સમય સુધી ઘરની અંદર રહ્યા પછી, તો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપના સંકેતો દેખાઈ શકે છે.
ઉણપના ચિહ્નો:
સતત થાક
વારંવાર શરદી અને ઉધરસ
હાડકા કે કમરમાં દુખાવો
મૂડમાં ફેરફાર અથવા હળવો ડિપ્રેશન
સ્નાયુઓની નબળાઈ
જિંક
જિંકને એટલું મહત્વ નથી મળતું જેટલું મળવું જોઇએ, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે. તે રોગપ્રતિકારક કોષો બનાવે છે અને સક્રિય કરે છે, જે વાયરસ સામે લડે છે.
ઉણપના ચિહ્નો
વારંવાર શરદી અથવા ચેપ
ઘા રૂઝવામાં વિલંબ
વાળ ખરવા અથવા શરીર ઉતરવું
સ્વાદ કે ગંધ ગુમાવવી
નખ પર સફેદ ફોલ્લીઓ
આયર્ન
જો તમે વારંવાર શરદીથી પીડાતા હોવ, તો આયર્નની ઉણપ આયર્નની ઉણપનું નિશાની હોઈ શકે છે. આયર્ન ઘણીવાર એનિમિયા સાથે સંકળાયેલું હોય છે, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ પર પણ નોંધપાત્ર અસર કરે છે. જ્યારે આયર્ન ઓછું હોય છે, ત્યારે શરીર પૂરતું હિમોગ્લોબિન ઉત્પન્ન કરતું નથી, જે ઓક્સિજન પુરવઠો ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ ધીમી પાડે છે. આ વાયરસ માટે હુમલો કરવાનું સરળ બનાવે છે.
ઉણપના લક્ષણો
થાક સાથે વારંવાર બીમારી
નિસ્તેજ ચહેરો
નખ તૂટવા, વાળ ખરવા
શ્વાસ ફુલવું
ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા
આ ઉણપને દૂર કરવા માટે, પાલક, મેથી, આમળા, ખજૂર, કિસમિસ, ગોળ, કઠોળ, રાજમા, સોયાબીન, લાલ માંસ, ચિકન લીવર, ઈંડા અને માછલીનો આહારમાં સમાવેશ કરી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















