(Source: ECI/ABP News/ABP Majha)
Health: આ ગ્રીન જ્યુસ પીવાથી એક નહિ શરીરને પહોચે છે અનેક ફાયદા, જીવનભર તંદુરસ્ત રહેવાનું આપે છે વરદાન
કેટલાક ગ્રીન જ્યુસ ફાયદાકારક છે અને શરીરને ગંભીર રોગોથી બચાવે છે. આ જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખી શકે છે. એટલા માટે આ જ્યુસને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.
Health:કેટલાક ગ્રીન જ્યુસ ફાયદાકારક છે અને શરીરને ગંભીર રોગોથી બચાવે છે. આ જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખી શકે છે. એટલા માટે આ જ્યુસને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.
વધારે વજન, સ્થૂળતા તેની સાથે અનેક રોગો લાવે છે. જેના કારણે ડાયાબિટીસ, કેન્સર, થાઈરોઈડ અને બ્લડ પ્રેશર જેવી જીવલેણ બીમારીઓનો પણ ખતરો રહે છે. આમાં ડાયાબિટીસ સાયલન્ટ કિલરનું કામ કરે છે. તે ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલા બનાવે છે. એટલા માટે બ્લડ શુગર લેવલ અને મેદસ્વીતા બંનેને નિયંત્રિત કરવું જરૂરી છે. સ્થૂળતા ઘટાડવા માટે અનેક ડાયટ પ્લાન અને એકસરસાઇઝ છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઘણી પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. જો કે, બંને પરિસ્થિતિઓમાં, ડાયટ પર પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે. ગ્રીન જ્યુસ તમને આમાં ઘણી મદદ કરી શકે છે.
ગ્રીન જ્યુસ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ ઘટાડશે
ન્યુટ્રિશનિસ્ટના મતે ગ્રીન જ્યુસની મદદથી તમે વજન ઘટાડી શકો છો અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. લીલા શાકભાજીમાંથી બનાવેલા ગ્રીન જ્યુસ તરસ ઓછી કરવામાં મદદ કરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સવારે પીવું તેનાથી પણ વધુ ફાયદાકારક છે.
શા માટે ગ્રીન જ્યુસ આરોગ્યપ્રદ છે
ગ્રીન જ્યુસ ફાયદાકારક છે કારણ કે તે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને ગંભીર રોગો સામે લડવામાં મદદ મળે છે. ગ્રીન જ્યુસ જોવા મળતા ઉત્સેચકો પાચન માટે વધુ સારા હોય છે.જે પાચનને દુરસ્ત બનાવે છે.
ગ્રીન જ્યુસ ફાયદા
ગ્રીન જ્યુસ રસ શરીરને પોષણ પ્રદાન કરે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે.ગ્રીન જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. એન્ટીઑકિસડન્ટની હાજરીને કારણે, રોગપ્રતિકારક શક્તિ સારી બને છે અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )