(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: અમરેલીના બાબરકોટના બાજરાની આ છે ખાસિયત, જાણો શિયાળામાં બાજરાના રોટલા ખાવાના ફાયદા
Health Tips: દેશમાં બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. અમરેલીના જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે.
Health Tips: ભારતમાં ખરીફ સીઝનના મુખ્ય પાકોમાં બાજરીનો પણ સમાવેશ થાય છે. બાજરીને પૌષ્ટિક અનાજની શ્રેણીમાં ગણવામાં આવે છે, જેની ખેતી કરીને ખેડૂતો સારી કમાણી કરી શકે છે. કારણ કે બાજરીના પાકને બજારમાં તરત જ વેચવામાં આવે છે, જ્યારે તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે થાય છે. સૌથી સારી વાત એ છે કે બાજરીની ખેતીમાં ખાતર અને પાણીની વધારે જરૂર પડતી નથી, બંજર જમીન પર પણ બાજરીની ખેતી કરી શકાય છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે અને આવક બમણી થાય છે.
અમરેલીના બાબરકોટના બાજરાની શું છે ખાસિયત
દેશમાં બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. અમરેલીના જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરો દેશના તમામ બાજરા કરતાં પ્રોટીન વધું છે. હાઈડ્રોકાર્બન સૌથી વધું તત્વો તેમાં છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી.
શિયાળામાં બાજરીના રોટલા ખાવાના ફાયદા
- શિયાળામાં આપણને વધારે ઉર્જા આપતા ખોરાકની જરૂર પડે છે, જેમાં એક બાજરી છે.
- બાજરી કેલ્શિયલમથી ભરપૂર હોય છે, શિયાળામાં તેના સેવનથી સાંધાની સમસ્યમાં રાહત મળે છે.
- શિયાળામાં બાજરી ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે, તેથી લોકો શિયાળામાં બાજરીના રોટલા ખાય છે.
- બાજરીમાં ટ્રાયપ્ટોફેન એમીનો એસિડ હોય છે, જે ભૂખને ઓછી કરે છે.
- બાજરીમાં મોટી માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે, જે પાચનમાં લાભકારી ગણાય છે અને મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે.
- બાજરીમાં આયર્ન પણ વધારે હોય છે, જે લોહીની ઉણપથી થનારા રોગમાં મદદ કરે છે
બાજરીની ખેતી
- ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 85 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડવામાં આવે છે. શિયાળામાં, બાજરી પોષક અનાજ તરીકે ખાવામાં આવે છે. બાજરીનો ઉપયોગ પશુધન માટે લીલા ચારા તરીકે પણ થાય છે. દેખીતી રીતે, દેશમાં લગભગ 95% જમીન સિંચાઈની છે, તેથી બાજરી કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે
- બાજરીના પાકને વધુ પાણીની જરૂર પડતી નથી તેથી ખેતરમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.
- ખેતરમાં એક ખેડાણ કર્યા પછી જ તમે જમીનમાં ખાતર ઉમેરીને પોષણ આપી શકો છો.
- ચોમાસાના પ્રથમ વરસાદ સાથે વરસાદી વિસ્તારોમાં બાજરી વાવી શકાય છે.
- જો વરસાદમાં વિલંબ થાય તો તમે બાજરીની નર્સરી તૈયાર કરી શકો છો અને રોપણીનું કામ કરી શકો છો.
બાજરાની નિકાસમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમે
પૌષ્ટિક આહાર તરીકે બાજરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. વર્ષ 2020-21માં 26.97 મિલિયનની નિકાસ કરી હતી. બાજરીની નિકાસમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે છે.
કેવી જમીન અને વાતાવરણ જોઈએ
બાજરી હલકી જમીનમાં લેવાતો પાક છે. તેને રેતાળ, ગોરાડુ, મધ્યકાળી કે સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. બીજા ધાન્ય પાકોની સરખામણીમાં બાજરાનો પાક ખૂબ જ વિવિધતા ધરાવતા વાતાવરણમાં લઈ શકાય છે. રાજ્યમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પૂર્વ શિયાળુ એમ ત્રણેય ઋતુમાં થાય છે. ખરીફ ઋતુમાં તેની વૃદ્ધિ દરમિયાન મધ્યમ તાપમાનની જરૂરિયાત રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )