શોધખોળ કરો

Health Alert: વારંવાર માથાના દુખાવાની રહે છે ફરિયાદ, તો સાવધાન આ ખતરનાક બીમારીના છે સંકેત

Health Alert:લોકો ઘણીવાર માથાનો દુખાવો અવગણે છે. પરંતુ જો આ ફરિયાદ સતત રહેતી હોય ખતરનાક બીમારીના લક્ષણો હોઇ શકે છે. દર વર્ષે આના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. તેથી આરોગ્ય નિષ્ણાતો આ ન કરવાની સલાહ આપે છે.

Brain Tumor : વારંવાર માથાના દુખાવાને ભૂલથી પણ અવગણવાની ભૂલ ન કરો. આ મગજની ગાંઠની નિશાની હોઈ શકે છે. આંકડા મુજબ, દર વર્ષે લગભગ 2.5 લાખ લોકો બ્રેઇન ટ્યુમરની  ગાંઠને કારણે મૃત્યુ પામે છે. માત્ર વર્ષ 2020માં જ આ બીમારીએ 2.46 લાખ લોકોનો જીવ લીધો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, કેટલીકવાર ટ્યૂમર એટલી ધીમેથી વધે છે કે તેના લક્ષણો દેખાતા નથી. તેથી તે વધુ ખતરનાક બની શકે છે. જો માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.

મગજની ગાંઠ શું છે

બ્રેઇન ટ્યુમરમાં ની આસપાસના કોષો અનિયંત્રિત રીતે વધે છે, જે કેન્સર બની જાય છે. અભ્યાસ મુજબ, મગજમાં 120 થી વધુ પ્રકારની ગાંઠો બની શકે છે. જો પરિવારમાં કોઈને બ્રેઈન ટ્યુમર હોય તો સાવચેતી રાખવાની જરૂર છે. આ સિવાય પ્લાસ્ટિક અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય જીવનશૈલી અને આહારમાં ગરબડ અને વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે પણ સમસ્યાઓ વધી શકે છે.

 માથાના દુખાવાની અવગણના ન કરો

ડોક્ટર્સનું કહેવું છે કે, બ્રેઈન ટ્યૂમરને કારણે તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી સામાન્ય લક્ષણ માથાનો દુખાવો છે, જે સવારે વધે છે અથવા વારંવાર ચાલુ રહે છે. જો આવું થાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તેને અવગણવું ખતરનાક બની શકે છે.

બ્રેઇન ટ્યુમરના લક્ષણો

 માથામાં વારંવાર દુખાવો

ઉબકા અને ઉલટીની લાગણી

 આંખની સમસ્યાઓ, જેમ કે અસ્પષ્ટ દ્રષ્ટિ

હાથ અથવા પગમાં ઝણઝણાટી થવી

શારીરિક અસંતુલન અને બોલવામાં મુશ્કેલી

સમય જતાં મેમરી સમસ્યાઓ

વારંવાર ચક્કર આવવું

બ્રેઇન ટ્યુમર બધા જ કેન્સર નથી હોતા

હેલ્થ એક્સપર્ટના મતે એવું જરૂરી નથી કે બ્રેઈન ટ્યુમરના તમામ કેસ કેન્સરના જ હોય. સમયસર સારવાર મેળવીને તેનું જોખમ ઘટાડી શકાય છે. જો તમે મોટી ઉંમરના છો અથવા મેદસ્વી છો અથવા કોઈપણ રસાયણોના વધુ સંપર્કમાં છો તો સાવધાન રહેવાની જરૂર છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોતAhmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ
Embed widget