Health Tips: ફર્સ્ટ ટાઇમ પ્રેગ્નન્સી પ્લાસ કરી રહ્યાં હો તો આ ત્રણ ભૂલને ક્યારેય ન કરશો
આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું કારણ તેમની નબળી જીવનશૈલી અને આહાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અજાણતામાં થયેલી કેટલીક ભૂલો પણ ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી કરે છે.
Women Health Tips:આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું કારણ તેમની નબળી જીવનશૈલી અને આહાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અજાણતામાં થયેલી કેટલીક ભૂલો પણ ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી કરે છે.
આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. સામાન્ય રીતે નિષ્ણાતો આનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને આહારશૈલી માને છે. મોડું સૂવું, એક જ જગ્યાએ કલાકો સુધી કામ કરવું, વર્કઆઉટ ન કરવું, મોડેથી લગ્ન કરવા, સંતુલિત આહાર ન લેવો, આલ્કોહોલ અને ધૂમ્રપાન જેવા વિવિધ કારણોસર આ સમસ્યાઓ ઉદભવે છે. પરંતુ ક્યારેક કેટલીક અજાણતા ભૂલો પણ વંધ્યત્વનું કારણ બની શકે છે. જો આપ પહેલી પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા હો તો ત્રણ ભૂલ કરવાનું ભૂલશો નહીં. અજાણતા કરવામાં આવેલી કેટલીક ભૂલો ઘણી વખત ગર્ભ ધારણ કરવાની શક્યતા ઘટાડે છે. અહીં જાણો એવી કઇ ત્રણ બાબતો છે. જે પ્રગ્નન્સી પ્લાન કરતી મહિલાએ ટાળવી જોઇએ.
ક્રૈશ ડાયટિંગ ફોલો ન કરો
કેટલીકવાર વધારે વજન પણ ગર્ભાવસ્થામાં સમસ્યા ઊભી કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ વજન ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે. ક્રેશ ડાયટને પણ વજન ઘટાડવાનો સારો રસ્તો માનવામાં આવે છે. આ એક ડાયટ પ્લાન છે જે ટૂંકા સમયમાં ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં, કેલરીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં હો તો ક્રેશ ડાયટનો આશરો ન લો. ઘણી વખત ઓછી કેલરી લેવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી, જેના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે, જે તમારી સમસ્યાઓ વધારી શકે છે. પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે આહારનું વિશેષ ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો.
ફિશને અવોઇડ કરો
ઘણા લોકો માછલી ખાવાના શોખીન હોય છે. પરંતુ જો આપ માતા બનવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન માછલી ખાવાનું ટાળો. કેટલીક માછલીઓમાં મર્કરીની માત્રા વધુ હોય છે, એવું માનવામાં આવે છે કે તે શરીરમાં પ્રજનન ક્ષમતાને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા વધારી શકે છે. આ સિવાય એવું કહેવાય છે કે, મર્કરી શરીરમાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, જો આપ ગર્ભ ધારણ કરો છો, તો તે આપના ગર્ભ, મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. તેથી, પ્રેગ્ન્સી પ્લાન કરતી વખતે માછલી ખાવાનું ટાળવુ જોઇએ.
હાર્ડ કોર એક્સરસાઇઝ ન કરો
એક્સરસાઇઝ શરીર માટે સારી મનાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યાં છો તો હાર્ડકોર એક્સરસાઇઝ ન કરો. હાર્ડ કોર એક્સરસાઇઝ હોર્મનને પ્રભાવિત કરે છે, જેનાથી આપના હોર્મન ઇમબેલેન્સ થઇ શકે છે. હોર્મન અસંતુલ આપને કંસીવ કરવામાં વિઘ્નરૂપ બની શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )