Myths Vs Facts: શું પુરૂષોને હાર્ટ સંબંધિત બીમારીનો સ્ત્રીઓ કરતા વધુ ખતરો?
તાજેતરના ભૂતકાળમાં, એવી ઘટનાઓ સામે આવી છે જેમાં પુરુષોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના વધુ કિસ્સાઓ જોવા મળ્યા છે, જેના કારણે એક એવી માન્યતા બંઘાઇ છે કે, પુરૂષોને હાર્ટ અટેકનું વધુ જોખમ છે.
Heart Disease Myths : અગાઉ હાર્ટ એટેક, સ્ટ્રોક અને ધમનીના રોગો માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતા હતા, પરંતુ આજકાલ 25-30 વર્ષની વયના યુવાનોમાં પણ હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનના બે વર્ષ પહેલા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, થોડા વર્ષોમાં, 50 વર્ષથી ઓછી ઉંમરના 50% અને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 25% લોકોમાં હાર્ટ એટેકનું જોખમ જોવા મળ્યું છે.
'ABP લાઈવ હિન્દી'ની Myths Vs Facts સિરિઝ' એ અંધવિશ્વાસના દલદલમાંથી બહાર કાઢવા અને તમને સત્ય લાવવાનો પ્રયાસ છે.
માત્ર બે વર્ષ પહેલા જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓમાં હાર્ટ એટેકના કેસ ખૂબ ઓછા છે. જેના કારણે લોકોમાં એવી ગેરસમજ હતી કે માત્ર પુરૂષોને જ હૃદયરોગનો ખતરો હોય છે. આનાથી મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આવો જાણીએ ડોક્ટરો પાસેથી સત્ય
Myth : માત્ર પુરૂષોને થાય છે હાર્ટ ડીસીઝ
Fact : ડૉક્ટરોનું કહેવું છે કે, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયની બીમારીઓ માત્ર પુરુષોને જ થાય છે તે માત્ર એક દંતકથા છે. સાચી વાત તો એ છે કે, મહિલાઓ 40 વર્ષની ઉંમર સુધી હાર્ટ એટેકથી બચી શકે છે, પરંતુ મેનોપોઝનો સમય શરૂ થતાં જ તેમનામાં હાર્ટ એટેકની સમસ્યા વધી જાય છે.
Myth : શું મોનોપોઝથી પહેલા મહિલાઓને નથી રહેતું હૃદયરોગનું જોખમ
Fact : ડોકટરોનું કહેવું છે કે, મેનોપોઝ પહેલા મહિલાઓને હ્રદયરોગનો ખતરો નથી એ વાત સંપૂર્ણપણે ખોટી છે. વાસ્તવમાં આ બિમારીઓ ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. એ વાત સાચી છે કે, મેનોપોઝ પછી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન નામનો ખૂબ જ મહત્વપૂર્ણ હોર્મોન ઓછો થવા લાગે છે. જેના કારણે તેમનામાં હ્રદય રોગનો ખતરો વધી જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, આ પહેલા તેમને હૃદયરોગ કે હાર્ટ એટેક ન આવી શકે.
Myth :હાર્ટના દર્દીઓએ કામ ન કરવું જોઇએ
Fact : સ્ત્રી હોય કે પુરુષ, ડૉક્ટરો હૃદયના દર્દીઓને એક મહિના સુધી આરામ કરવાનું કહે છે. આ પછી તેઓએ કામ કરવું જોઈએ. તેઓએ ફરીથી સામાન્ય જીવન જીવવું જોઈએ. હૃદયના દર્દીઓ જેટલા વધુ સક્રિય હોય છે, તે તેમના માટે વધુ સારું છે. તેઓએ ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ અઠવાડિયામાં 5 દિવસ નિયમિતપણે કસરત કરવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )