Skin Care : સેલિબ્રિટી જેવી રેડિઅન્ટ અને ગ્લોઇંગ સ્કિન માટે અપનાવો આ ટિપ્સ
જો આપ સેલિબ્રિટી જેવી ચમકદાર અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હો તો આ સ્કિન કેર ટિપ્સ આપના માટે ઉપયોગી છે.
Skin Care :જો આપ સેલિબ્રિટી જેવી ચમકદાર અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હો તો આ સ્કિન કેર ટિપ્સ આપના માટે ઉપયોગી છે. આ ટિપ્સ ફોલો કરીને તમે ત્વચાની ચમક વધારી શકો છો. ચાલો જાણીએ કે ગ્લોઇંગ અને હેલ્થી સ્કિન માટે શું જરૂરી છે.
ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે વિવિધ ઉત્પાદનો, ઘરેલું ઉપચાર અને ત્વચા સંભાળની દિનચર્યાઓનું પાલન કરીએ છીએ. પણ શું આપણે બરાબર કરી રહ્યા છીએ? જો આ બધાનું રિઝલ્ટ ન મળતું હોય તો હજું ત્વચાને વધુ જાણવાની જરૂર છે.
હાઇડ્રેઇટ રહો
આપે જોયું હશે કે, સેલિબ્રિટિ સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે સતત પાણી પીતા રહે છે. તેમના હાથમાં પાણીની બોટલ જોવા મળે છે. ગ્લોઇંગ સ્કિન માટે 8થી10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
હેલ્થી ચીજો રાખો
સ્વસ્થ ત્વચા એટલે સ્વસ્થ ડાયટ. તેથી જ સેલેબ્સ તેમના આહારમાં વધુને વધુ ગ્રીન્સ, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરે છે. તમે જેટલાં વધુ લીલાં શાકભાજી ખાશો, તમારી ત્વચા એટલી જ ચમકદાર દેખાશે. લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારી ત્વચા અને શરીરને સુધારવામાં મદદ કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઓ.
પર્યાપ્ત ઊંઘ લો
દરરોજ પુરતી ઊંઘ માટે 8 કલાક ઊંઘવું જરૂરી છે. રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે. જેથી પુરતી ઊંઘ સ્કિનની હેલ્થ માટે જરૂરી છે. જો પુરતી ઊંઘ ન મળે તો ડાર્ક સર્કલની પણ સમસ્યા થાય છે.
એક્સફોલિશન
સેલિબ્રિટીની ત્વચા હંમેશા ક્લિન દેખાય છે. તેની પાછળનં કારણ છે એક્સફોલિશન. સમયસર ડેડ સ્કિનને દૂર કરવા માટે તે જરૂરી છે. એક્સફોલિશનથી સ્કિન પોર્સ સાફ થાય છે ગંદકી જમા ન થવાથી ખીલ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.
હોમ ફેસ પેક
આ પ્રાકૃતિક વસ્તુઓમાં ઘણા ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. ઘરના ફેસ માસ્કમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના અલગ-અલગ ફાયદા છે. જે સ્કિનને ગ્લોઇંગ અને સોફટ રાખવામાં મદદરૂપ થાય છે.
યોગ્ય પ્રોડક્ટ યુઝ કરો
સેલેબ્સ તેમની સ્કિન ટાઇપ મુજબ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આપ પણ કોઇ બ્યુટી પ્રોડક્ટ ખરીદો તો સ્કિન ટાઇપ મુજબ ખરીદવાનો આગ્રહ રાખો,. આ માટે આપ ડર્મોટોલોજિસ્ટની સલાહ પણ લઇ શકો છે. .
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )