Symptoms of Heart Failure : હાર્ટ ફેલ્યોર પહેલા શરીર આપે છે આ 4 મોટા સંકેત, જો પારખી જશો તો બચી જશે જિંદગી
Symptoms of Heart Failure : હાર્ટ ફેલ્યોર પહેલા, શરીર ઘણા સંકેતો આપે છે, જેના પર ધ્યાન આપવાથી તમે સમયસર સારવાર મેળવી શકો છો. ચાલો જાણીએ આ સંકેતો વિશે-

Symptoms of Heart Failure : આજના સમયમાં લોકો નાની ઉંમરમાં પણ હાર્ટ ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ એવી સ્થિતિ છે જેમાં હૃદય નબળું પડી જાય છે અને તે આપણા શરીરની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં લોહી પંપ કરી શકતું નથી. ધીમે-ધીમે સમયની સાથે સમસ્યા વધે છે અને શરીર સમયસર કેટલાક સંકેતો આપે છે, જેને અવગણવું તમારા માટે ખતરનાક બની શકે છે. તેથી, શરીરમાં દેખાતા આ ફેરફારો પર ધ્યાન આપવાની જરૂર છે. ચાલો જાણીએ હાર્ટ ફેલ્યોરના મુખ્ય લક્ષણો વિશે-
છાતીમાં દુખાવો
હાર્ટ ફેલ્યોરનું સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. આ સ્થિતિથી પીડિત કેટલાક લોકો છાતીમાં ભારેપણું, બળતરા, જકડન અથવા દબાણ અનુભવે છે, જે ક્યારેક ડાબા હાથ, જડબા, પીઠ અથવા ગરદન સુધી ફેલાય છે. આ લક્ષણો હૃદયના સ્નાયુઓમાં ઓક્સિજનની અછતની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે વારંવાર છાતીમાં દુખાવો અને દબાણ અનુભવો છો. તો તબીબી સલાહ લેવી જરૂરી છે
કંઈપણ કર્યા વિના શ્વાસ લેવામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ એ હાર્ટ ફેલ્યોરની ગંભીર નિશાની હોઈ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જ થાય છે, જેમ કે સીડી ચડવામાં મુશ્કેલી. પરંતુ સ્થિતિ બગડવાની સાથે, વ્યક્તિ આરામ કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરવા લાગે છે. આટલું જ નહીં, કેટલાક લોકોને રાત્રે સૂતાની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, જેના કારણે ઊંઘમાં વારંવાર વિક્ષેપ આવે છે.
ભારે થાક અને નબળાઇ
જો તમે કોઈપણ ભારે કામ કર્યા વિના પણ સતત થાક અનુભવો છો, તો તે હાર્ટ ફેલ્યોર સૂચવે છે. વાસ્તવમાં, જ્યારે હૃદય આપણા શરીરને પૂરતું લોહી પહોંચાડવામાં અસમર્થ હોય છે, ત્યારે સ્નાયુઓને ઉર્જા નથી મળતી, જેના કારણે શરીરમાં થાક અને નબળાઈ સતત રહે છે. જેના કારણે રોજિંદા કામ પણ કરવા મુશ્કેલ બની જાય છે.
પગની આસપાસ સોજો
હાર્ય ફેલ્યોરના કિસ્સામાં, શરીરમાં, મુખ્યત્વે ના નીચેના ભાગમાં પાણી એકઠું થવા લાગે છે, જેના કારણે પગ, પગની ઘૂંટીઓ અને પેટમાં સોજો દેખાય છે. આ સ્થિતિમાં ક્યારેક ચહેરા પર અને આંખોની નીચે સોજો જોવા મળે છે. તેનું કારણ એ છે કે કિડનીમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી, જેના કારણે શરીરમાં પ્રવાહી જમા થવા લાગે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )