શોધખોળ કરો

Weight Loss: વજન ઘટાડવા માટે નહી કરવી પડે વધુ મહેનત, બસ આ પાણીની મદદથી ઘરે બેઠા જ ઘટી જશે વજન

જો આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો આપની દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

Weight Loss:જો  આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો  આપની  દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

વજન ઘટાડવા માટે લોકો કસરત, યોગ અને જિમની સાથે ઘણી રીતો અપનાવે છે અને ઘણા પૈસા પણ ખર્ચે છે. આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ડાયટમાં ફેરફાર પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો આપ પણ  અનેક ઉપાયો કર્યા પછી પણ વજન ઘટાડતા નથી, તો એક કપ હૂંફાળું પાણી અને મધ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિતપણે સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને  તેનું સેવન કરવું જોઈએ. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણધર્મો તેમજ એન્ટિ-એલર્જિક ગુણો હોય છે અને આ બધા ગુણધર્મો આપણા સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ માનવામાં આવે છે. આવો અમે તમને આ ખાસ પાણીના ફાયદા વિશે જણાવીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારી દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. મધનું પાણી પાચન, કબજિયાત, ધીમી ચયાપચય અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરે છે અને આ બધા વજન વધવાના મુખ્ય કારણો છે. મધનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફેટ  બર્ન કરવાની પાણીની ક્ષમતા વધે છે.

મધનું પાણી એનર્જી વધારે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મધનું જાદુઈ પાણી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. જો તમે થાક અનુભવો છો, તો કોઈપણ મીઠા પીણાને બદલે, તમે મધના પાણીનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી એનર્જી તો વધશે જ સાથે સાથે તમારું હાઇડ્રેશન લેવલ પણ વધશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૂંફાળા પાણીમાં એક ચમચી મધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને એનર્જી વધારવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાસ્તવમાં મધમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે વિટામિન અને મિનરલ્સ હાજર હોય છે. તેથી, દરરોજ મધના પાણીનું સેવન કરીને, તમે એવા રોગોથી બચી શકો છો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઇ છે.

ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

મધના પાણીનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને ઉધરસ પણ દૂર થાય છે. મધ અને ગરમ પાણી વ્યક્તિગત રીતે ગળાના દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે અને જો બંનેને એકસાથે પીવામાં આવે તો અસર ક્યારેક બમણી થઈ જાય છે. તેથી, ગળાના દુખાવા અને ઉધરસથી છુટકારો મેળવવા માટે, મધ સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Embed widget