Weight Loss Tips: બ્લેક કોફીમાં આ એક ચીજ મિક્સ કરો, ફટાફટ થશે વેઇટ લોસ, જાણો સિક્રેટ રેસિપી
Black Coffee: બ્લેક કોફી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને જો આ વસ્તુને બ્લેક કોફીમાં મિક્સ કરવામાં આવે તો ઝડપથી વજન ઘટે છે. જાણો શું છે વજન ઘટાડવાની આ સિક્રેટ રેસિપી.
Black Coffee: બ્લેક કોફી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને જો આ વસ્તુને બ્લેક કોફીમાં મિક્સ કરવામાં આવે તો ઝડપથી વજન ઘટે છે. જાણો શું છે વજન ઘટાડવાની આ સિક્રેટ રેસિપી.
બ્લેક કોફી વજન ઘટાડવા માટે સારી માનવામાં આવે છે. આના કારણે મેટાબોલિઝમ પણ સારું રહે છે અને પાચનતંત્રમાં પણ સારું કામ કરે છે. કદાચ આ જ કારણ છે કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, આ પદ્ધતિ અથવા અન્ય કોઈપણ પદ્ધતિ ફાયદાકારક નથી જ્યાં સુધી તેની સાથે યોગ્ય ડાયટની સાથે કસરત કરવામાં ન આવે. આવા પીણાં માત્ર મદદ કરે છે,માત્ર આ ડ્રિન્ક કામ કરતું નથી.
કોફી કેવી રીતે વજન ઘટાડવાનું કારણ બને છે?
જો આપણે વિજ્ઞાનના આધારે વાત કરીએ તો નિષ્ણાતોનું માનવું છે કે, તેને પીવાથી એનર્જી મળે છે કારણ કે તેમાં રહેલું કેફીન ન્યુરોટ્રાન્સમીટરને ટ્રિગર કરે છે. કેફીનનો ઉપયોગ માત્ર ઘણા ફેટ બર્નિગ સપ્લીમેન્ટ્સમાં થાય છે. આને કારણે, ફેટ ટીશ્યૂથી ફેટ મોબિલાઇઝ થવા લાગે છે અને મોટાબિલિઝમ વધે છે.
તેને મિક્સ કરો અને ઝડપથી વજન ઓછું કરો
કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો બ્લેક કોફીમાં મધ મિક્સ કરવામાં આવે તો તે ઝડપથી વજન ઘટે છે. જો કે, પછી એક જ વાત યાદ રાખો કે, આ ડ્રિંકથી કંઈ જ થશે નહીં, જો આપનું પ્રોપર ડાયટ નહીં હોય. કે રૂટીનમાં વર્કઆઉટ સામેલ નહીં હોય. એ પણ યાદ રાખવું જોઈએ કે બ્લેક કોફીમાં મધ ભેળવવાનું છે, તેને ઉકાળો નહીં.
રેસીપી શું છે?
બ્લેક કોફી બનાવવાની દરેક વ્યક્તિની પોતાની રીત હોય છે. કેટલાક લોકો માત્ર પરક્યુરેટરમાંથી બનેલી કોફી પીવે છે, પરંતુ આ સાથે એક વાતનું ધ્યાન રાખવું કે કોફીને વધારે ઉકાળવી ન જોઈએ. તમારી જરૂરિયાત મુજબ પાણી આપો અને જ્યારે તે ઉકળે ત્યારે તેને કોફી પાવડરથી ઢાંકી દો. હવે ઉપરથી એક ચમચી મધ ઉમેરો અને તેની ચુસ્કી લો.
વજન ઘટાડવામાં મધ કેવી રીતે મદદ કરે છે
કોફીની જેમ મધ પણ સંગ્રહિત ચરબીને એકીકૃત કરે છે. શરીર પાછળથી આ ચરબીનો ઉપયોગ એનર્જી સ્ટોર તરીકે કરે છે. આ ચયાપચયમાં વધારો કરે છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડે છે. આ સિવાય તે કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. મધ વજન માટે સારું માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ મધ અથવા મધ અને લીંબુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે બ્લેક કોફીમાં મધ મિક્સ કરીને પણ પી શકાય છે. તેમ છતાં, જો તમને કોઈ મેડિકલ ઇશ્યૂ હોય તો પહેલા હેલ્થ કેર પ્રોફેશનની સલાહ લો બાદ જ તેનું સેવન કરો.
Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )