Thyroid Symptoms : શરીરમાં દેખાઇ જો આ લક્ષણો તો સાવધાન, સૌ પ્રથમ કરાવો બ્લડ ટેસ્ટ
થાઈરોઈડથી પીડિત દર્દીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળે છે. આવો જાણીએ આ વિશે
Thyroid Symptoms : થાઈરોઈડથી પીડિત દર્દીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળે છે. આવો જાણીએ આ વિશે
થાઈરોઈડની બીમારી આધુનિક સમયમાં ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણી સ્ત્રીઓ અને પુરુષો થાઈરોઈડની સમસ્યાથી પીડાય છે. રિપોર્ટ્સ અનુસાર, પુરૂષો કરતાં મહિલાઓને થાઈરોઈડની સમસ્યા વધુ હોય છે. થાઈરોઈડથી પીડિત લોકોના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો અને સમસ્યાઓ જોવા મળે છે. આ સિવાય થાઈરોઈડને કારણે ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે. તેથી, થાઇરોઇડના લક્ષણોને ઓળખીને તેની સમયસર સારવાર કરવી જરૂરી છે. ચાલો જાણીએ થાઈરોઈડમાં કયા લક્ષણો જોવા મળે છે?
થાઇરોઇડના લક્ષણો જાણો
- થાઇરોઇડ વ્યક્તિને બે રીતે અસર કરે છે. હાઈપો-થાઈરોઈડથી પીડિત દર્દીઓનું વજન ખૂબ જ ઝડપથી વધી શકે છે. તો હાઈપર થાઈરોઈડને કારણે દર્દીઓનું વજન ખૂબ જ ઝડપથી ઘટે છે.
- થાઈરોઈડથી પીડિત દર્દીઓના શરીરમાં ખૂબ જ નબળાઈ અને થાક અનુભવાય છે.
- થાઈરોઈડના કારણે ગરદનની આસપાસની ત્વચા એકદમ કાળી અને જાડી દેખાય છે.
- થાઈરોઈડ ચિંતા, નર્વસનેસ અને બ્રેઇન ફોગની જેવી માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
- થાઈરોઈડના દર્દીઓને ઊંઘવામાં ખૂબ તકલીફ પડે છે.
- થાઈરોઈડની સમસ્યા ધરાવતી મહિલાઓમાં પીરિયડ અનિયમિતતાની સમસ્યા જોવા મળે છે.
- થાઈરોઈડથી પીડિત કેટલાક દર્દીઓમાં યાદશક્તિ ઘણી નબળી હોય છે.
- થાઈરોઈડની સમસ્યામાં ત્વચા ખૂબ જ શુષ્ક દેખાઈ છે.
- જો તમને શરીરમાં આવા ફેરફારો અને લક્ષણો દેખાય તો તરત જ તમારું બ્લડ ટેસ્ટ કરાવો. . જેથી થાઈરોઈડની સારવાર સમયસર થઈ શકે. આનાથી ભવિષ્યમાં ઊભી થતી ગંભીર સમસ્યાઓને ઘટાડી શકાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )