શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સુખી અને સારું જીવન જીવવા માટે અપનાવો આ આદતો, મળશે અપાર સફળતા

Habits to Live a Happy-Best Life: સફળ થવાની સાથે-સાથે સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે તમારે તમારી આદતોમાં થોડો ફેરફાર કરવો જોઈએ. અહીં કેટલીક આદતો છે જે તમને મદદ કરી શકે છે.

Happy-Best Life: સફળતા મેળવવાની સાથે દરેક વ્યક્તિ સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવા માંગે છે. દરેક લોકો સુખી અને સારું જીવન જીવવા માટે આખું જીવન મહેનત કરે છે. વધુ કમાવવાની લાલચમાં તેઓ તેમનું સુખી જીવન નરક બનાવી દે છે. અને આખે આખી લાઈફ ખરાબ કરી દે છે. ઈચ્છાઓ પૂરી કરવાની લ્હાયમાં લોકો મશીનની જેમ કામ કરે છે. અને જે જીવન તેઓ જીવવા ઈચ્છે છે તે જીવી શકતા નથી.જો કે બધા કામની જેમ તમે તમારા જીવનનું સંચાલન કરીને તેમાંથી છુટકારો મેળવી શકો છો. અહીં કેટલીક આદતો છે જે તમને સારી જિંદગી જીવવામાં મદદ કરશે અને તમને સફળતા પણ મળશે.

સુખી જીવન જીવવા માટે અપનાવો આ આદતો

  • દિવસની શરૂઆત પહેલા દરરોજ એક કલાક તમારા માટે કાઢો અને પછી યોગ કરો અથવા તમારા મન, શરીર અને તમારી લાગણીઓને શાંત કરવા માટે થોડો સમય એકલા બેસી જાઓ.
  • દિવસમાં 10 મિનિટ પણ કાઢો જેમાં તમે મૌન રહો અને શાંતિનો અનુભવ કરો.
  • એવી વસ્તુઓ કરો જે તમને ખુશ કરે. પછી તે સંગીત હોય કે નૃત્ય. તમે બાળપણમાં ગમતી વસ્તુઓ જેમ કે ચિત્રકામ, લેખન વગેરે પણ અપનાવી શકો છો.
  • વ્યાયામ કરવા માટે થોડા ગંભીર બનો કારણ કે સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
  • અઠવાડિયામાં એક દિવસ એવો બનાવો જ્યારે તમે પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવી શકો.
  • તમારી આસપાસના લોકોને જુઓ, જો તમને લાગે કે કોઈના વખાણ કરવા જોઈએ, તો ચોક્કસ તેની પ્રશંસા કરો.           

આ પણ વાંચો:- Copper Vessel Water: તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ કે નહીં? આ રહ્યો જવાબ

Copper Vessel Water: તાંબામાં પાણી પીવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. જે વર્ષોથી ચાલ્યો આવે છે. તમે તમારા વડીલોને તાંબાના વાસણોનો ઉપયોગ કરતા જોયા હશે. ઘણા લોકો તાંબાના વાસણમાં પાણી સંગ્રહ કરીને પીવાનું પસંદ કરે છે. પહેલાના સમયમાં મોટા ભાગના લોકો તાંબા કે પિત્તળના કમંડળમાં પાણી પીતા હતા અને કહેતા હતા કે આ વાસણોમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તાંબામાં પાણી પીવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પરંતુ આ પરંપરા સાથે જોડાયેલી વસ્તુઓ અને સ્વાસ્થ્ય લાભમાં કેટલું સત્ય છે? શું તાંબાના વાસણમાં પાણી પીવું ખરેખર ફાયદાકારક છે કે માત્ર એક દંતકથા? ચાલો જાણીએ.

તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ કે નહીં?

તાંબાના પાત્રમાં પાણી રાખવા અને પીવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. હેલ્થલાઈન અનુસાર તાંબુ એક આવશ્યક પોષક તત્વ છે અને શરીરના વિવિધ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોપર મગજ અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો પણ હોય છે. તાંબાના કપ અથવા વાસણમાં પાણીને 48 કલાકથી વધુ સમય સુધી રાખવાથી પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે.

કબજિયાત અને એસિડિટી રોકવામાં મદદરૂપ

તાંબુ પાચનતંત્રને સુધારવામાં પણ ઘણી મદદ કરે છે અને કબજિયાત અને એસિડિટીથી બચાવે છે. તાંબામાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે. આ જ કારણ છે કે તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં આલ્કલાઈન હોય છે, તેથી આ પીણું પીવાથી શરીરને ઠંડક પણ મળે છે. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો અનુસાર, તાંબાના કમંડળમાં પાણી પીવાથી શરીરના ત્રણ દોષો મટે છે - વાત, પિત્ત અને કફ. ખોરાક ખાવાથી અને પચવાથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. તાંબામાં રાખેલ આલ્કલાઇન પાણી શરીરના એસિડને સંતુલિત કરે છે અને શરીરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરે છે. ઉનાળાની ઋતુમાં તાંબાનું પાણી પીવું શ્રેષ્ઠ છે.

ખાલી પેટે ફાયદો થશે

તાંબાનું પાણી આખા દિવસમાં ગમે ત્યારે પી શકાય છે. પરંતુ જો સવારે ખાલી પેટ તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે તાંબુ એક ટ્રેસ મિનરલ છે.  જે શરીરને ઓછી માત્રામાં જરૂરી છે. તેથી ધ્યાનમાં રાખો કે તેનું વધુ પડતું સેવન કરવાની જરૂર નથી. તે તાંબાની ઝેરી અસરનું કારણ બની શકે છે. તાંબાની ઝેરી અસરથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અને ઝાડા થાય છે. 

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget