Gym Training : નિયમિત જિમ જવાથી પણ નથી મળતું રિઝલ્ટ, તો સાવધાન, પહેલા આ મુદ્દા સમજી લો
કોરોના કાળમાં ફિટનેસ અને ઇમ્યુનિટી મુદે લોકો વધુ જાગૃત થયા છે. જેથી જિમમાં જવાનો પણ ક્રેઝ વધ્યો છે. જો કે જિમ જતાં પહેલા કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Gym Training Tips: કોરોના કાળમાં ફિટનેસ અને ઇમ્યુનિટી મુદે લોકો વધુ જાગૃત થયા છે. જેથી જિમમાં જવાનો પણ ક્રેઝ વધ્યો છે. જો કે જિમ જતાં પહેલા કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
દરેક જિમમાં ક્વોલિફાઇડ ટ્રેનર નથી હોતા. મોટાભાગે ફિઝિકવાળા યુવકો જે થોડા દિવસ જિમની પ્રેકટિસ કરે છે. તેમને જિમમાં ટ્રેનર તરીકે નોકરી આપી દેવામાં આવે છે.
કેટલીક વખત જિમ ગયા બાદ પણ રિઝલ્ટ નથી મળતું. તેની પાછળ પણ કેટલાક કારણો જવાબદા છે. ટ્રેનર ક્વોલિફાઇડ ન હોય, ડાયટ ચાર્ટ યોગ્ય રીતે ફોલો ન થતો અને ડાયટ ચાર્ટ યોગ્ય ન હોય તેમજ ટ્રેનર દ્વારા બરાબર વર્ક આઉટ ન થતું હોય.પૂરતી ઊંધ ન લેવાતી હોય તો પણ આવું બને છે.
આકર્ષક ફિગર માટે 6થી12 મહિનાનો સમય લાગે છે. જો કોઇ ટ્રેનર આપને એવું કહે કે 2થી3 મહિનામાં આપની બોડી શેપ્ડ થઇ જશે અને આકર્ષક ફિગર બની જશે તો આવા ટ્રેનરથી બચવું જોઇએ. આકર્ષક ફિગર માટે સતત એક વર્ષ તેના પર કામ કરવું પડે છે.
જો આપનો જિમ ટ્રેનર આપને મસલ્સ પાવર વધારવા માટે સ્ટીરોઇડના ઇંજેકશન લેવાનું કહે, વિટામિન, પ્રોટીન માટે સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે તો આ પ્રકારના ટ્રેનરથી પણ બચવું. જો આપનામાં કોઇ વિટામિન, પ્રોટીનની ઉણપ હોય તો ટ્રેનર નહીં
ડોક્ટરની સલાહ લો.
ટ્રેનર જિમ ટ્રેનિગ આપવાની સાથે ડાયટ ચાર્ટ પણ આપે છે. આ સમયે આપે આ મુદ્દે તપાસ કરવી જોઇએ કે ટ્રેનર શું આપના ટ્રેનર પાસે ડાયટિશ્યન કોર્સની ડિગ્રી છે કે નહીં.આ કારણે જ ક્વોલિફાઇડ ટ્રેનર દ્વાર જ જિમમાં વર્કઆઉટ કરવાથી સારું રિઝલ્ટ મળે છે.
લાંબા કાળા વાળ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ
- લાંબા વાળ મહિલાની સુંદરતાની ઓળખ છે
- લાંબા સુંદર વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે
- વિટામિન ‘ઇ’ વાળને લાંબા અને હેલ્થી બનાવે છે
- વિટામિન ‘ઇ’ માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ
- બદામ, પાલક,સુરજમુખી બીજ, એવોકાડો
- આ તમામ ફૂડ વાળની સુંદરતામાં વધારો કરે છે
- વિટામિન ‘ડી’ વાળના ગ્રોથ માટે ઉત્તમ છે
- સોયા મિલ્ક,મશરૂમ વિટામિન ‘ડી’નો સારો સ્ત્રોત
- ખરતાં વાળની સમસ્યામાં લીલા શાકભાજીનું કરો સેવન
- કેળા, ગાજર શક્કરિયા, પાલકને ડાયટમાં કરો સામેલ
- વિટામિન ‘C’ વાળોના ગ્રોથ માટે ઉત્તમ છે
- સંતરા સહિતના ખાટા ફળોને કરો ડાયટમાં સામેલ