શોધખોળ કરો

Garlic Benefits: શિયાળામાં વારંવાર શરદી થઇ જાય છે? કરી જુઓ આ પ્રયોગ

લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.

Garlic Benefits:લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.

લસણમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ છે,. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. લસણ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. જાણીએ લસણ ખાવાથી શું ફાયદો થાય.વજન વધવાની સમસ્યામાં લસણ ગુણકારી છે. ખાલી પેટ 3-4 કળી કાચું લસણ ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.શિયાળામાં શરદીની સમસ્યામાં વધુ રહેતી હોય તો સવારે ખાલી પેટે લસણનું સેવન કરવાથી શિયાળામાં આ સમસ્યાથી બચી શકાય છે.

કાચું લસણ ડાયાબિટિશના દર્દી માટે પણ ઉપકારક છે. જે બ્લડના ગ્લૂકોઝ લેવલને કન્ટ્રોલ કરે છે. ડાયાબિટીશના ખતરાનો ઘટાડે છે.પાચનને પણ લસણ સુધારે છે. જો આપ ગેસની સમસ્યાથી પરેશાન હો તો રોજ સવારે લસણ ખાવું જોઇએ.

દાંતને પણ લસણ મજબૂત રાખે છે. તેમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે,. જે દાંત સડનની સમસ્યાથી પણ બચાવે છે અને દાંત મજબૂત બને છે.લસણ સ્કિન માટે પણ ફાયદાકારક છે, તેમાં ભારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાને નિખારે છે.સ્કિન મોશ્ચર પણ રાખે છે.

Dahi Winter Myths: શું શિયાળાની ઋતુમાં દહીંના સેવનથી થાય છે નુકસાન, જાણો શું છે હકીકત

 દહીં એક સ્વસ્થ પ્રોબાયોટિક છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ છે અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. રાયતા, સ્વાદયુક્ત દહીં અથવા છાશના રૂપમાં દહીંનો સમાવેશ કરીને, તમે માત્ર ભોજનનો આનંદ જ નહીં મેળવશો પણ તમારી પાચનશક્તિને પણ વેગ આપશે. દહીં ભલે ગમે તેટલું પૌષ્ટિક હોય, તેના વિશે અનેક માન્યતાઓ સાંભળવા મળે છે. ઉદાહરણ તરીકે, એવા ઘણા લોકો છે જે શિયાળામાં દહીં ખાતા નથી કારણ કે તેની ઠંડી  અસર હોય છે, ખાસ કરીને રાત્રે. પરંતુ શું ખરેખર શિયાળાની ઋતુમાં દહીં ખાવું નુકસાનકારક છે?

 ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, દહીં પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને ચેપ સામે લડવા માટે સારા બેક્ટેરિયા આપે છે. તેની સાથે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-બી2 અને બી12 પણ સારી માત્રામાં હોય છે, જે દરેક ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

મિથક1: શિયાળામાં દહીં ખાવાથી ખાંસી અને શરદી થઈ શકે છે.

સત્ય: દહીં એ ખોરાક સાથે અથવા મીઠાઈ તરીકે ખાવા માટે શ્રેષ્ઠ ખોરાક છે, પછી ભલે હવામાન ઠંડુ હોય. દહીંમાં પ્રોબાયોટિક્સ અને વિટામિન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. પરંતુ, દહીંને ફ્રિજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ન ખાવું, તેને જમતા પહેલા થોડા કલાકો સુધી બહાર બેસી રહેવા દો.

 મિથક 2: બાળકોને ઠંડીમાં દહીં ન ખવડાવવું જોઈએ.

સત્ય: દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઉત્તમ ખોરાક છે. તેમાં સોજા  વિરોધી ગુણધર્મો છે અને તે શ્વેત રક્તકણોના સંશ્લેષણને પણ પ્રોત્સાહન આપે છે. તેથી બાળકોને દહીં ખવડાવવું જ જોઈએ. ફક્ત ધ્યાન રાખો કે  શિયાળામાં  ફ્રિજનું કોલ્ડ દહી ન આપો,તમે દહીંને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે તેમાં ફળો અને શાકભાજી પણ ઉમેરી શકો છો.

મિથક 3: રાત્રે દહીં ન ખાવું જોઈએ.

સત્ય: આ એક ખોટી માન્યતા છે. રાત્રિભોજન સાથે દહીં ખાવું સારું છે. તેનાથી તમારા પેટને પણ આરામ મળે છે. તેના ઉપયોગથી મગજમાં ટ્રિપ્ટોફેન નામનું અનોખું એમિનો એસિડ નીકળે છે, જે મગજને શાંત કરવામાં અને વિચારવામાં મદદ કરે છે.

 મિથક  4: સ્તનપાન કરાવતી વખતે દહીં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માતા અને બાળક બંનેમાં શરદી થઈ શકે છે.

હકીકતમાં  આ સાચું નથી. માતાના દૂધ દ્વારા માત્ર પોષક તત્ત્વો જ બાળક સુધી પહોંચે છે, શરદી કે કોઈપણ પ્રકારનો ચેપ નહીં કારણ કે માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ભરપૂર માત્રામાં હોય છે. દહીંમાં રહેલા સક્રિય બેક્ટેરિયા રોગ પેદા કરતા જંતુઓ સામે લડે છે અને પાચનમાં સુધારો કરે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને પહોંચી વળવા આહારમાં દહીં કે રાયતા લઈ શકે છે.

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
Embed widget