(Source: ECI/ABP News/ABP Majha)
Relationship Tips: ભૂલથી પણ ગર્લફ્રેન્ડને ન કહો આ વાતો, નહીંતર......
Relationship Tips: ઘણીવાર છોકરાઓ એવા કામ કરે છે જે તમારી ગર્લફ્રેન્ડને ઠેસ પહોંચાડી શકે છે. એટલું જ નહીં તે તમારા સંબંધોમાં તિરાડ પણ લાવી શકે છે.
Relationship Tips: આજના સમયમાં ગર્લ ફ્રેન્ડને બોય ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડને ગર્લ ફ્રેન્ડ હોવું સામાન્ય વાત છે. ઘણીવાર છોકરાઓ એવા કામ કરે છે જે તમારી ગર્લફ્રેન્ડને ઠેસ પહોંચાડી શકે છે. એટલું જ નહીં તે તમારા સંબંધોમાં તિરાડ પણ લાવી શકે છે. જો તમે તમારા સંબંધોને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો, તો આજે અમે તમને કેટલીક એવી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ગર્લફ્રેન્ડની સામે ન બોલવી જોઈએ.
ગર્લફ્રેન્ડને ક્યારેય ન કહો આમ
તારું પેટ બહાર આવી રહ્યું છે - જો છોકરીઓને કહેવામાં આવે કે તમારું પેટ બહાર આવી રહ્યું છે તો તેઓ ખૂબ ગુસ્સે થાય છે. જ્યારે બોયફ્રેન્ડ આવી વાત કહે તો છોકરીઓ તેને બિલકુલ સહન કરી શકતી નથી. મહિલાઓ સારી રીતે જાણે છે કે જો તેમનું વજન વધી રહ્યું છે તો તે તેમના દેખાવ માટે સારું નથી. આટલું જ નહીં, છોકરાઓ કરતાં વધુ છોકરીઓ તેમના ફિગરને લઈને સભાન હોય છે. તેથી તેઓને તમારી ટિપ્પણી બિલકુલ ગમશે નહીં.
તારા ફોનનો પાસવર્ડ શું છેઃ જો તમારા પાર્ટનર પાસે તેના ઇમેલ, ફોન કે અન્ય ચીજોના પાસવર્ડ માંગો છો તો તમે તમારી ઇમેજ ખરાબ કરી રહ્યા છો.
તારો ફોન બતાવઃ ફોન કોઈની દુનિયા બની શકે છે. તેના રહસ્યો ફોનમાં હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ફોન અંગે ન પૂછવું જોઈએ. જો તમે આ કરો છો, તો તેઓ અસ્વસ્થતા અનુભવી શકે છે.
મેઈલ ફ્રેન્ડ્સ વિશે ન કહોઃ જો તમે તમારા પાર્ટનરને કહો કે તેના મેઈલ ફ્રેન્ડ્સ વિશે વાત ન કરે, તો તે તમારા વિશે ખોટું વિચારવા લાગશે. આટલું જ નહીં, કોઈપણ સ્ત્રી ઈચ્છતી નથી કે તેના મિત્રો વિશે કોઈ અન્ય વ્યક્તિ દખલ કરે.
તમે ઘણું વિચારો છોઃ સ્ત્રીઓને ક્યારેય એવું ન કહેવું જોઈએ કે તમે જરૂર કરતાં વધુ વિચારો છો. મહિલાઓના મગજમાં લાખો વસ્તુઓ એક સાથે ફરે છે. આવી સ્થિતિમાં, તમે આ વાતો કહીને તેમને દુઃખી કરી શકો છો.
મારી ઘણી સ્ત્રી મિત્રો છેઃ સૌ પ્રથમ, તમારે તમારી ગર્લફ્રેન્ડની સામે વાત ન કરવી જોઈએ કે તમારી પાસે સ્ત્રી મિત્રો છે. બીજું, જો તમે કોઈપણ સ્ત્રીની સામે અન્ય સ્ત્રીઓ વિશે વાત કરો છો, તો તે અસુરક્ષિત અનુભવવા લાગશે. જો તમે ઈચ્છો છો કે તમારી ગર્લફ્રેન્ડ તમારા પર શંકા ન કરે, તો તેની સામે આ વાત બિલકુલ ન બોલો.
Disclaimer: ઉપર આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. એબીપી લાઈવ તેની સાથે સહમત છે તેવું નથી. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.