Relationship Tips: શું તમારો પાર્ટનર પણ વારંવાર કરે છે આ ભૂલ ? જો હા, તો બ્રેકઅપ કરવામાં જ છે સમજદારી
ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે સંબંધ જાળવી રાખવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જેના કારણે કપલને બ્રેકઅપનો નિર્ણય લેવો પડે છે.
Relationship Tips: સારા અને પ્રેમાળ સંબંધમાં રહેવું એ દરેક માટે સુખદ લાગણી છે. દરેક વ્યક્તિ આ આનંદની લાગણી જીવવા માંગે છે. આજની જીવનશૈલી અને વ્યસ્ત જીવનને કારણે, એકબીજા માટે સમય કાઢવો થોડો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, કપલ વચ્ચે અર્થહીન દલીલો અને ગેરસમજ થવા લાગે છે અને સંબંધોમાં તિરાડ આવે છે, પરંતુ તેમ છતાં લોકો દાંપત્ય જીવન ખેંચી લે છે, કારણ કે કોઈપણ સંબંધમાંથી બહાર આવવું કોઈના માટે સરળ નથી. જો કે, ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે સંબંધ જાળવી રાખવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જેના કારણે કપલને બ્રેકઅપનો નિર્ણય લેવો પડે છે. કેટલીકવાર પાર્ટનરની નાની-નાની ભૂલોને માફ કરી શકાય છે, પરંતુ જો તે વારંવાર એક જ ભૂલ કરે તો સંબંધ તોડીને આગળ વધવાનું વિચારવું સમજદારીભર્યું છે. જોતમારો પાર્ટનર નીચે બતાવેલી ભૂલો કરતો હોય તો બ્રેકઅપ કરવામાં જ સમજદારી છે.
વારંવાર ખોટું બોલવું
કોઈપણ સંબંધ વિશ્વાસના પાયા પર ટકે છે. જૂઠું બોલવું એ કોઈપણ સંબંધ માટે સારું નથી. ઘણી વખત પાર્ટનર તમારી સાથે જૂઠું બોલીને સંબંધ બચાવવાની કોશિશ કરશે, પરંતુ જો તમે પાર્ટનરનું જૂઠ વારંવાર પકડી રહ્યા છો તો ધ્યાન રાખો. એ કયો સંબંધ છે જેમાં વારંવાર જૂઠું બોલવું પડે છે. આવી સ્થિતિમાં આગળ વધવાનું નક્કી કરો.
કોલ અને મેસેજનો જવાબ આપતો નથી
કેટલીકવાર લોકો વ્યસ્તતાને કારણે તેમના પાર્ટનરના મેસેજ અને ફોન કોલ્સનો જવાબ આપી શકતા નથી. જો આ સમસ્યા ક્યારેક-ક્યારેક થતી હોય તો ઠીક છે, પરંતુ જો તમારો પાર્ટનર આવું સતત કરે છે તો કામ દરમિયાન તમારા પાર્ટનરને પરેશાન ન કરો. તેને થોડી પર્સનલ સ્પેસ આપો, પરંતુ આ બધાની વચ્ચે પણ જો તમારો પાર્ટનર તમારા મેસેજ અને કોલને નજરઅંદાજ કરે છે, તો બ્રેકઅપ કરવું વધુ સારું છે.
દરેક વસ્તુ પર લડવું
જો તમારો પાર્ટનર દરેક વાત પર તમારી સાથે જ લડે છે તો બની શકે છે કે પાર્ટનરના મનમાં કંઈક ચાલી રહ્યું છે. તેથી જો આવું વારંવાર થતું હોય તો તમારા પાર્ટનર સાથે વાત કરો. ઘણી વખત ઝઘડાનું કારણ એટલું નાનું હોય છે કે બંને તેને સરળતાથી ઉકેલી શકે છે, પરંતુ જો વાત ન બને તો બ્રેકઅપ એ છેલ્લો ઉપાય છે.
સંબંધ માટે વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ
જો વિશ્વાસ તૂટી જાય તો સંબંધમાં રહેવું મુશ્કેલ બની જાય છે. જો તમારો પાર્ટનર કોઈ બીજા સાથે સંબંધમાં છે તો આવા સંબંધમાંથી બહાર નીકળવું જ સમજદારીભર્યું છે. જો કે, બ્રેકઅપ કરતા પહેલા તમારા પાર્ટનર સાથે એકવાર વાત જરૂર કરો.