Relationship: પાર્ટનરથી દરેક રીતે તમે માની ચૂક્યા છો હાર , તો આટલી બાબતો અવશ્ય અપનાવો
Relationship: આ તમને માનસિક તાણથી તો બચાવશે જ, પરંતુ તમે તમારા જીવનના મોટા ભાગને બગાડતા પણ બચાવી શકશો. આવી સ્થિતિમાં, તમારે હિંમતભેર પગલાં લેવાથી પાછળ ન રહેવું જોઈએ. આવો જાણીએ શું કરવું

Relationship: સંબંધ જાળવવો એ એક મોટી જવાબદારી છે. જ્યારે તમારો સાથી તમને સાથ ન આપે ત્યારે આ જવાબદારી વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે વારંવાર આશા રાખવાને બદલે તમે હિંમતભેર તે દરેક બાબતોનો સામનો કરો જે તમને કમજોર કરી શકે છે. જો તમે આવી સ્થિતિમાં કમજોર પડી જશો તો એ તમારી મોટી ભૂલ સાબિત થશે જેથી આવી સ્થિતિમાં તમે સમજી, વિચારી, નીડરતાથી પગલાં લો. આ તમને માનસિક તાણથી તો બચાવશે જ. પરંતુ તમે તમારા જીવનના મોટા ભાગને ખરાબ થતો પણ બચાવી શકશો. આવી સ્થિતિમાં તમારે હિંમતભેર પગલાં લેવાથી પાછળ ન રહેવું જોઈએ. માટે જીવનમાં કોઈપણ ખરાબ પરિસ્થિતિ આવે ડરો નહી હિમત રાખો અને આગળ વધો.
પરિવારના સભ્યોની મદદ લો
જો તમે તમારા જીવનસાથી સાથે વાત કરી છે અને તેમને ઘણો વખત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ જો તેમ કોઈ ફરક દેખાતો નથી તો તમે પરિવારના સભ્યોની મદદ લઈ શકો છો. તમારા પરિવારના સભ્યોને વિગતવાર વાત કરો અને તેઓને સમજાવો કે તમારા પાર્ટનરને શું સમજાવવાની જરૂર છે.
થોડા દિવસ માટે વિરામ લો
એક જ ઘરમાં અને એક જ છત નીચે રહેવાથી ક્યારેક મામલો ખૂબ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે થોડા દિવસ માટે બ્રેક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે વિરામ લઈ શકો છો અને મિત્ર, સંબંધી અથવા સોલો ટ્રિપ માટે જઈ શકો છો. જેનાથી તમને બંનેને સમજવાનો સમય મળી રહેશે.
તમારા જીવનસાથીથી દૂર રહો
કેટલીકવાર લોકો તેમના જીવનસાથીની કદર કરતા નથી. હમેશા સાથે રહેવા છતાં તેઓ એકબીજાની કદર કરતાં નથી હોતા. આવી સ્થિતિમાં તમારે તમારા પાર્ટનરથી અંતર રાખવું જોઈએ. જેના લીધે કદાચ તેમને તેમની ભૂલનો અહેસાસ થશે.
બ્રેક અપ
આ છેલ્લું અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે. જો કોઈક રીતે વસ્તુઓ કામ ન કરે તો આ પગલું લેવાથી પણ પાછળ ન રહો. બ્રેકઅપથી જીવન સમાપ્ત થતું નથી પરંતુ એક નવું જીવન શરૂ થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















