(Source: ECI/ABP News/ABP Majha)
Summer skin care: ગરમીમાં સ્કિન ડલ થઇ ગઇ છે? આ હોમમેડ ફેસ પેક કરો ટ્રાય આવશે નિખાર
Summer skin care: ગરમીમાં તાપના સંપર્કમાં આવવાથી ચહેરો નિસ્તેજ થવા લાગે તો કોફીથી બનેલો ફેસ પેક લગાવો.
Summer skin care: ગરમીમાં તાપના સંપર્કમાં આવવાથી ચહેરો નિસ્તેજ થવા લાગે તો કોફીથી બનેલો ફેસ પેક લગાવો.
કોફી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ કોફી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કોફી ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જો આપ ઇચ્છો તો, ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કોફી ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આપ સરળતાથી કોફી ફેસ પેક બનાવી શકો છો.કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ત્વચાની રંગત નિખારે છે.
કોફી અને મધ ફેસ પેક
કોફી અને મધ બંને ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.કોફી ચહેરાના રંગને નિખારે છે, જ્યારે મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. મધ અને કોફી ફેસ પેક બનાવવા માટે તમે એક ચમચી કોફી પાવડર લો. તેમાં થોડું મધ મિક્સ કરો અને આ બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને આખા ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
કોફી અને મધના ફેસ પેકના ફાયદા
કોફી અને મધનો ફેસ માસ્ક ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં, કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે, આ સાથે કોફી અને મધનો ફેસ પેક ત્વચાની શુષ્કતા, ત્વચાના ડાઘને ઘટાડે છે.તેને લગાવવાથી વૃદ્ધત્વના સંકેતો પણ ઓછા થાય છે.
કોફી અને એલોવેરા ફેસ પેક
કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. કોફી અને એલોવેરા ફેસ માસ્ક બનાવવા માટે, આપ 2 ચમચી કોફી પાવડર લો. તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 દિવસ આ ફેસ માસ્ક લગાવી શકો છો.
કોફી અને એલોવેરા ફેસ પેકના ફાયદા-
કોફી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાના રંગને સુધારે છે. એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે ત્વચા બેક્ટેરિયાથી સુરક્ષિત રહે છે, સાથે જ કોફીમાં રહેલું તત્વ ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ, સન સ્પોટ્સ સામે લડે છે.
Disclaimer:: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.