ડાયાબિટીસના કારણે મિઠાઈથી દૂર રહો છો, ટ્રાઈ કરો ઘરે બનેલી ખજૂર ચોકલેટ
જો તમે પણ હિમોગ્લોબિનના લેવલમાં સુધાર કરવા માંગતા હોય તો તમે આ મીઠાઈને જેટલી ખાવી હોય તેટલી ખાઈ શકો છો.
Date chocolate dish : શું તમને ડાયાબિટીસ છે પરંતુ ચોકલેટ ખાવાનું પસંદ કરો છો ? તો ચિંતા કરશો નહીં આ લેખમાં એક સ્વાદિષ્ટ ચોકલેટ ટ્રીટ વિશે માહિતી આપવામાં આવી છે. જે થોડી મિનિટોમાં બનાવી શકાય છે. અને તે પણ 3 સાધારણ રસોઈની સામગ્રી સાથે. ખજૂર ચોકલેટ ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ એન્ટીઓકિસડન્ટ, ખનિજ અને વિટામિન્સથી પણ ભરપૂર હોય છે. જો તમે પણ હિમોગ્લોબિનના લેવલમાં સુધાર કરવા માંગતા હોય તો તમે આ મીઠાઈને જેટલી ખાવી હોય તેટલી ખાઈ શકો છો. આ સાધારણ ચોકલેટ સૌથી સ્વાદિષ્ટ ઉપાય બની શકે છે. તો આ સરળ રેસીપીના માધ્યમથી આ સ્વીટ ડીશને જરુર ટ્રાય કરો.
ઘર પર બનેલી ખજૂર ચોકલેટની સામગ્રી
1 કપ પિસેલા ખજૂર
2 મોચી ચમચી મધ
ઘરની બનેલી ખજૂર ચોકલેટ કઈ રીતે બનાવશો
સ્ટેપ 1- ખજૂરના બી કાઢી નાખો
આ સરળ રેસિપી બનાવવા માટે સૌથી પહેલા છરીની મદદથી ખજૂરના બી કાઢી લો.
સ્ટેપ 2- ચોકલેટને ઓગાળી નાખો
આ પછી એક તવાને મધ્યમ તાપ પર ગરમ કરો અને તેમાં પાણી ભરેલું વાસણ મૂકો, તેના ઉપર એક કાચનો બાઉલ મૂકો, તેમાં ચોકલેટના ટૂકડા તૂટ્યા પછી મૂકો અને તેને ઓગળવા માટે હલાવતા રહો. ચોકલેટ પીગળી જાય પછી ગેસ બંધ કરો અને ચોકલેટને ઠંડુ થવા દો.
સ્ટેપ 3- ઠંડુ કરો અને એન્જોય કરો
ત્યારબાદ ઓગળેલી ચોકલેટમાં મધ નાખો અને તેમાં ખજૂર નાખો, તેને સારી રીતે મિક્સ કરી નાખો. એક મોટી ટ્રે લો અને તેમાં પેપરથી લાઇન કરો, તેને ફ્રીઝરમાં 2 કલાક માટે મૂકો અને સ્વાદિષ્ટ હોમમેઇડ ચોકલેટનો આનંદ લો. તમે તમારા સ્વાદ અને પસંદગી અનુસાર ચોકલેટને ગાર્નિશ કરી શકો છો.
આ રાશિની યુવતીઓથી ઝડપથી પ્રભાવિત થાય છે પુરૂષો
જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં યુવતીઓ ખૂબ જ ખુશમિજાજ હોય છે અને આવી રાશિની યુવતી પર પુરૂષો ઝડપથી આકર્ષિત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક રાશિનો પોતાનો સ્વભાવ હોય છે અને તેના પોતાના ગુણ અને ખામીઓ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક રાશિની યુવતીઓને ખુશમિજાજ માનવામાં આવે છે. તે કોઈપણ વ્યક્તિ સાથે ખૂબ જ સરળતાથી ભળી જાય છે. વશીકરણ જેવી જાદુઇ અસર કરી શકે છે. પોતાની સુંદરતાથી અન્યને પોતાની તરફ ખેંચે છે. આવી યુવતીઓથી યુવકો ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. આવો જાણીએ આ રાશિ વિશે.
કન્યા- કન્યા રાશિની યુવતીઓ થોડી રહસ્યમય સ્વભાવની હોય છે. તે પોતાના દિલની વાત દરેક સાથે શેર કરતી નથી. જો તે કોઈના પ્રેમમાં પડે છે તો જલ્દીથી તેના પાર્ટનર વિશે કોઈને કહેતી નથી. ગમે તેટલી પરેશાનીઓ આવે આ રાશિની યુવતીઓ છોકરીઓ દરેક પરિસ્થિતિમાં હસતી રહે છે. આ રાશિની યુવતીઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. આવી યુવતીઓ ક્ષણભરમાં તેની સુંદરતાના દિવાના બની જાય છે. ખુશખુશાલ સ્વભાવના કારણે આ રાશિની યુવતીઓ સરળતાથી લોકોને પસંદ આવે છે.
વૃશ્ચિક - આ રાશિની યુવતીઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. આ રાશિની યુવતીઓ શરમાતી નથી. પોતાની શાનદાર સ્ટાઇલના કારણે તે યુવતીઓના દિલમાં ઝડપથી જગ્યા બનાવી લે છે. તેઓ તેમના જીવનમાં કોઈની દખલગીરી સહન કરતા નથી.
મિથુન- આ રાશિની યુવતીઓને વસ્તુઓની ઊંડી સમજ હોય છે. પુરૂષોને આ રાશિની યુવતીઓ સાથે વાત કરવી ગમે છે. તેમની વાત કરવાની રીત એટલી અલગ છે કે લોકો તેમનાથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. આ રાશિની યુવતીઓ લોકોથી ઘેરાયેલી રહે છે અને તેના મિત્રોની યાદી ઘણી લાંબી હોય છે
મકર - મકર રાશિની યુવતીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તે કોઈપણ કામ ખૂબ જ સમજી વિચારીને અને ધીરજ સાથે કરે છે. તે દરેક સાથે સરળતાથી ભળી જાય છે. દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોવાને કારણે લોકો તેમની તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.