શોધખોળ કરો

Capsule Cover: આ કેમિકલથી બને છે દવાના કેપ્સૂલનું કવર, પેટમાં જઇને શું થાય છે તેનું?

આજે અમે તમને એવા કેમિકલ વિશે જણાવીશું જેનાથી દવાઓની ઉપર કેપ્સૂલનું કવર બનાવવામા આવે છે

હવામાનમાં ફેરફારની સાથે જ અમદાવાદ સહિતના અનેક શહેરોમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા વધવા લાગી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો લોહીની તપાસ કરાવે છે અને ડોકટરો પાસેથી દવાઓ લે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે દવાઓની કેપ્સૂલ પર કવર હોય છે. આજે અમે તમને એવા કેમિકલ વિશે જણાવીશું જેનાથી દવાઓની ઉપર કેપ્સૂલનું કવર બનાવવામા આવે છે જે પેટમાં ગયા બાદ ઓગળી જાય છે.

આવા હોય છે કેપ્સૂલ કવર

બજારમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. આમાં કેપ્સૂલ કવર વડે બંધ રહે છે. કેટલાક કેપ્સૂલના કવર એટલા પારદર્શક હોય છે કે તેમની અંદર રહેલા પદાર્થો પણ દેખાય છે. શું તમે જાણો છો કે આ દવાઓ કેવી રીતે બને છે અને આ કવર કયા કેમિકલથી બને છે?

નોંધનીય છે કે આ પ્રકારની કેપ્સૂલમાં દવાઓને પીસીને તેનો પાવડર ભરવામાં આવે છે. કેપ્સૂલ બનાવવાની આ પદ્ધતિને ઇનકૈપ્સ્યુલેશન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન ફરી એ જ છે કે આ પ્લાસ્ટિક જેવું દેખાતું કવર કઈ સામગ્રીથી બનેલું છે અને કેટલું સલામત છે? ઘણી વખત લોકો આ કવરના ભાગને પ્લાસ્ટિકનો બનેલો માને છે, જો કે આ કવર જિલેટીનથી બનેલું હોય છે.

કેપ્સૂલ કવર કેવી રીતે બને છે?

કેપ્સૂલમાં હાજર દવાની સામગ્રી વિશેની માહિતી પેકેટ અથવા બોક્સ પર આપવામાં આવે છે. જો કે, ઘણી કંપનીઓ બોક્સ પર ઉલ્લેખ કરતી નથી કે કેપ્સૂલ કવર 'જિલેટીન'થી બનેલું છે. હવે પ્રશ્ન એ છે કે જિલેટીન કેવી રીતે બને છે? મળતી માહિતી મુજબ જાનવરોના હાડકાં કે સ્કીનને ઉકાળીને જિલેટીન  બહાર કાઢવામાં આવે છે. આ પછી તેને પ્રોસેસ કરીને ચળકતી અને લવચીક બનાવવામાં આવે છે.

શું દરેક કેપ્સૂલનું કવર નોન-વેજ છે?

કેપ્સૂલ કવર બે પ્રકારના હોય છે. પહેલું હાર્ડ શેલ્ડ હોય છે તો બીજુ સોફ્ટ શેલ્ડ હોય છે. બંને પ્રકારના કેપ્સૂલ કવર પ્રાણીની સાથે સાથે છોડના પ્રવાહીમાંથી બનાવવામાં આવે છે જેમાં પ્રોટીન હોય છે. કેપ્સૂલના કવર પ્રાણીના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે, જેને જિલેટીન કહેવામાં આવે છે. આમાં ચિકન, માછલી, ડુક્કર અને ગાયની સાથે સાથે અનેક પ્રજાતિના અન્ય પ્રાણીઓના હાડકાં કે ચામડીને ઉકાળીને બહાર કાઢવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર જિલેટીન આધારિત કેપ્સૂલના વધુ પડતા ઉપયોગથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે. પ્રોટીનયુક્ત છોડના પ્રવાહીમાંથી બનેલા કેપ્સૂલ કવરને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. આ સંપૂર્ણપણે કુદરતી છે. આ પ્રકારની કેપ્સૂલ આપણી પાચન તંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે. મોટાભાગના કેપ્સૂલ કવર આ પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવે છે.

આ રીતે કેપ અને કન્ટેનર બનાવવામાં આવે છે

આ સિવાય કેપ્સૂલ બનાવવામાં માત્ર જિલેટીન અથવા સેલ્યુલોઝ કવરનો ઉપયોગ કરવામાં આવે છે. દવાને ગ્રાઈન્ડ કરીને આ કવરમાં ભરવામાં આવે છે. કેપ્સૂલ કવર બે અલગ અલગ રંગોથી બનેલું છે. એક ભાગને કન્ટેનર કહેવાય છે, તેમાં દવા ભરવામાં આવે છે. બીજા ભાગને કેપ કહેવામાં આવે છે, જેના દ્વારા કેપ્સૂલ બંધ થાય છે. મળતી માહિતી મુજબ, કેપ અને કન્ટેનરનો રંગ અલગ-અલગ રાખવામાં આવ્યો છે જેથી કેપ્સૂલ બનાવતી વખતે કર્મચારીઓની ભૂલનો અવકાશ રહે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget