શોધખોળ કરો

ચૈત્ર મહિનામાં સફેદ મીઠાને બદલે કરો સિંધવ મીઠાનું સેવન, જાણો તેના ગજબ ફાયદા?

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે.

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો દેવીને પ્રસન્ન કરવા તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા ભગવતીના આશીર્વાદ મેળવવા માટે, દેવી દુર્ગાના નવ નવ સ્વરૂપોની પૂજા અને નવ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળ ખાવાની સાથે સિંધવ મીઠું પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સામાન્ય મીઠા કરતાં વધુ ફાયદાકારક છે.

મીઠાનું સેવન કેમ ઓછુ કરવું જોઈએ?

આ મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે. તેથી શરીરને તાપમાનના સંતુલન માટે વધુ પ્રયાસ કરવો પડે છે અને આજ કારણથી ચૈત્ર મહિનામાં મીઠુ (નમક) અને મીઠી વસ્તુઓ (ગળ્યા પદાર્થો)નું સેવન ઓછુ કરવામાં આવે છે. આજ કારણથી ચૈત્ર મહિનામાં ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ ( સિંધવ મીઠુ) સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આવો જાણીએ સિંધાલૂણના સેવનના અજોડ ફાયદાઓ. હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.

શરીરને એનર્જી આપે છે

કોઇ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એક ચપટી સિંધાલૂણ ભેળવીને નવશેકું પાણી પીવો. નિષ્ણાતો સૂચવે છે કે જે લોકો ઝડપથી થાકી જાય છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ. તેને ખાવાથી શરીર આરામ કરે છે. થાક, નબળાઈ દૂર થાય છે અને દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે.

પાચનક્રિયામાં સુધારો થાય છે

તેનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તે પેટનો દુખાવો, બળતરા, કબજિયાત, એસિડિટી, પેટનું ફૂલવું અને અપચો અટકાવે છે. તેમાં રહેલા મિનરલ્સ આંતરડાની ગતિને ઝડપી બનાવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સુતા પહેલા નવશેકા પાણીમાં 1-2 ચપટી સિંધાલુન અને અડધુ લીંબુ ભેળવી પીવાથી ફાયદો થાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

નિષ્ણાતોના મતે સિંધાલુણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. સિંધવ મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ બારે મહિના સાદા મીઠાના બદલે તેનું સેવન કરવું જ જોઈએ.

ટોપ સ્ટોરી

લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget