શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લીધા બાદ આ ભૂલ ન કરશો. જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ
કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાના કેસ ભલે ઓછા હોય પરંતુ હવે ફરી એકવાર કોરોના વાયરસ XE ના નવા પ્રકારે લોકોના મનમાં ગભરાટ પેદા કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ હવે લોકોનું જીવન પાટા પર આવી ગયું છે, જો કે ફરી નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે. સ્થિતિમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન જરૂરી છે તેમજ કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝ પણ જરૂરી છે.
COVID-19 Booster Dose: કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાના કેસ ભલે ઓછા હોય પરંતુ હવે ફરી એકવાર કોરોના વાયરસ XE ના નવા પ્રકારે લોકોના મનમાં ગભરાટ પેદા કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ હવે લોકોનું જીવન પાટા પર આવી ગયું છે, જો કે ફરી નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે. સ્થિતિમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન જરૂરી છે તેમજ કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝ પણ જરૂરી છે.
. રસીના ત્રીજા ડોઝ સાથે, તમે કોરોનાના નવા પ્રકાર સામે લડવામાં સક્ષમ બની જાવ છો. આવી સ્થિતિમાં, જો તમે કોરોના રસીનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે બૂસ્ટર ડોઝ પહેલાં અને પછી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?
કોરોનાનો બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું
- જો તમે કોરોનાનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
- જાહેર સ્થળોએ માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો, બહારથી આવે ત્યારે સાબુથી હાથ ધોવા.
- રસી લેતા પહેલા પૂરતો આરામ અને ઊંઘ લો. ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને રસીની આડઅસરોમાં વધારો કરી શકે છે.
- કોરોના રસી પહેલા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખો. આનાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો અને રસીની આડ અસર પણ ઓછી થશે.
- ત્રીજો ડોઝ લેતા પહેલા સારો અને પૌષ્ટિક આહાર લો. રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજી ખાઓ.
કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધા પછી શું ન કરવું
- કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધા પછી, સંક્રમણ પ્રત્યે બેદરકાર ન રહો અને તેનાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લો.
- રસી પછી ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળો. રસી પછી માદક પદાર્થો લેવાનું પણ ટાળો.
- રસી પછી, સખત મહેનત અથવા થકવી નાખતું કામ ઓછું કરો. રસી પછી 2 દિવસ સુધી વધુ શારીરિક પ્રવૃત્તિ કરશો નહીં.
- જો બૂસ્ટર ડોઝ પછી કોરોના સંક્રમણના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion