મંગળવારે સવારે નવિનભાઇની પત્ની અલકાબેન ભેંસો દોહવા માટે બોર પર ગયાં, ત્યારે તેમના પતિ લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ તેમણે બૂમાબૂમ કરતાં બાજુના ખેતરમાંથી તેમના દિયર સહિત ગામ અન્ય લોકો દોડી આવ્યા હતા.
2/7
નવિનભાઇનો હત્યારો પુત્ર અવાર-નવાર તેની જીદ પૂરી કરવા ઘરમાં તોડફોડ કરતો હોઈ તેમણે દેવું કરીને પણ મોબાઈલ અને બાઇક લાઈવી આપ્યા હતા. તેમ છતાં તેની માંગણી ચાલુ રહી હતી અને તેની માતાને પરેશાન કરતો હોઈ નવિનભાઇ તેને હંમેશા સાથે જ રાખતા હતા. તે માનસિક બીમાર હોવાની આશંકાને પગલે સારવાર પણ ચાલતી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.
3/7
ઘટનાની જાણ થતાં મંગળવારે સવારે પહોંચેલી પોલીસે શંકાના આધારે મોટા પુત્રની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. આથી પોલીસે બોરની ઓરડીમાં સંતાડેલું દાતરડું, બાઈક અને લોહીવાળાં કપડાં કબજે લઇ તેની ધરપકડ કરી હતી. મૃતકને શરીરે 20 જેટલા ઘા માર્યા હોવાનું માલુમ પડ્યાનું પોલીસે જણાવ્યું હતું.
4/7
રાત્રિના એકાદ વાગે પુત્ર અચાનક જાગી ગયો હતો અને પિતા તેને માંગણી મુજબની ચીજવસ્તુ લાવી આપતાં ન હોઈ ગુસ્સામાં ને ગુસ્સામાં બોરની ઓરડીમાં પડેલું લાકડાં કાપવાનું દાતરડું લઈ આવી નવીનભાઇ પર તૂટી પડ્યો હતો અને માથામાં, હાથે, પગે તેમજ આંખના ભાગે ઘા મારતાં તેઓ ઊંઘમાં જ ફસડાઇ પડ્યા હતા. બાદમાં જયેશ કંઇ જ બન્યું ન હોય તેમ ચૂપચાપ ઘરે જઈ સૂઈ ગયો હતો.
5/7
ચાલાસણ ગામના પટેલ નવિનભાઇ ઉર્ફે જગાભાઈ રમણલાલ પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરી પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવતા હતા. તેમનો 17 વર્ષનો મોટો પુત્ર ધોરણ 10 પછી અભ્યાસ છોડીને પિતા સાથે ખેતીમાં મદદરૂપ થતો હતો, જ્યારે નાનો પુત્ર નિરવ ધોરણ-10માં અભ્યાસ કરે છે. સોમવારે રાત્રે જમીને નવિનભાઇ તેમના મોટા પુત્ર સાથે ખેતરે બોર ચાલુ કરવા ગયા હતા. જ્યાં બંને જણા ભેંસો બાંધવાના શેડ પાસે બોરની ઓરડીની બાજુમાં સૂઈ ગયા હતા.
6/7
કડી પોલીસે હત્યારા સગીર પુત્રની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં પિતા ગાડી અને લેપટોપ સહિતની ચીજવસ્તુઓ લાવી ન આપતાં હોઈ હત્યા કર્યાની કબુલાત કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મંજિતા વણઝારા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
7/7
કડી: જોટાણા તાલુકાના ચાલાસણ ગામની સીમમાં સોમવારે રાત્રે પોતાના બોરની ઓરડીની બાજુમાં સૂઈ ગયેલા નવિનભાઇ પટેલ નામના ખેડૂતની તેમના જ મોટા પુત્રએ માથા સહિત શરીરના ભાગે દાતરડાંના 20 જેટલા ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી.