અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન અરજી પર સુનાવણી, જાણો અપડેટ્સ
અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર થયેલા ગંભીર અકસ્માત કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ઘરવામાં આવી હતી. જાણીએ શું છે અપડેટ્સ
અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા અકસ્માત કેસમા આજે આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી સમયે પીડિતોના વકીલ તરીકે રાજેન્દ્ર શુક્લા હાજર રહ્યાં હતા. આરોપી તથ્ય પટેલના વકીલે તથ્યની ઉંમર નાની હોવાથી જેલમાં રહેવાથી તેમના ઘડતર પર અને માનસિકતા પર વધુ ખરાબ અસર થશે તેવી દલીલ સાથે તેમના જામીન માટે અરજી કરવામાં આવી હતી. આજે આ અરજી માટે સુનાવણી હતી જો કે કોર્ટે જામીન અરજીના વાંધા માટે બે દિવસનો સમય આપ્યો છે. કેસમાં સરકાર પણ પોતાનું એફિડેવિટ 21 ઓગષ્ટે રજૂ કરશે. વધુ સુનાવણી 21 ઓગષ્ટે હાથ ધરાવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કેસનો આરોપી તથ્ય પટેલ ઓવરસ્પીડમાં ગાડી ચલાવતો હોવાથી બ્રીજ પર એકઠા થયેલા લોકોને જીવતા રોંધી નાખ્યા હતા. આ ઘટના તથ્યના ઓવરસ્પીડ કાર ચલાવવાના કારણે થયેલા અન્ય અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી હતી.
IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું
Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર
Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય