શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદની કઈ મોટી હોસ્પિટલના 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ? હજુ 50 ચેસ્ટના રીપોર્ટ બાકી
અમદાવાદમાં કોરોના 545 કેસ નોંધાયા છે જેમાં મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં કોરોના 545 કેસ નોંધાયા છે જેમાં મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોકટર અને નર્સના નવા પાંચ કેસ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં ખભળાટ મચી ગયો હતો.
દર્દીના સંપર્કમાં આવતાં ડોક્ટરને કોરોના થયો હતો. ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતાં વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે એલ.જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
મહત્વની વાત છે કે, ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોંરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. ક્વોંરેન્ટાઈન કરાયેલા લોકોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે જેના કારણે તંત્રએ હાશકારો લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion