શોધખોળ કરો

VIDEO: નર્મદામાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો થયા પાયમાલ,લોન પર લીધેલી ગાયો ભેંસો તણાઈ, જમીન પણ ધોવાઈ ગઈ

અમદાવાદ: નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે મોટી સંખ્યામાં પશુઓના પણ મોત થયા છે. જ્યારે હજારો એકર ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મોટી ખુવારી સર્જાઈ છે.

અમદાવાદ: નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે મોટી સંખ્યામાં પશુઓના પણ મોત થયા છે. જ્યારે હજારો એકર ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વડોદરાના શિનોર નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ માંડવા ગામના ખેડૂતો અને પશુપાલકો બરબાદ થઈ ગયા છે.

માંડવા ગામ તરફથી નર્મદા નદી વિસ્તાર સુધીનો અંદાજિત 3 કિલોમીટર સુધીનો ખેતીપાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં અંદાજિત 300 એકર જમીનથી વધુમાં ખેતીપાકના વાવેતરમાં ખેતી બરબાદ થઈ ગઈ છે. નર્મદા નદીના પ્રવાહમાં એટલો કરંટ હતો કે નદીના પ્રવાહમાં ટ્રેક્ટરો, ટ્રોલી સહિતના ખેતીમાં વપરાતા સાધનો તણાયા હતા.

ખેડૂતો પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટર,ટ્રોલી સહિતના ખેતી કામે વપરાતા તમામ સામગ્રી ખેતરમાં મૂકી પોતાનો જીવ બચાવવા ગામ તરફ ભાગી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો. શિનોરના માંડવા ગામ વિસ્તારમાં આવેલ પોલિટ્રી ફાર્મમાં દાનની ગુણીઓ, પાણીના ફિલ્ટર સહિત નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલ  મચ્છી ઉછેર કેન્દ્ર કુત્રિમ તળાવમાંથી  અંદાજિત 50,000થી વધુ મચ્છી નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ છે. ત્યારે ખેડૂતોના કુવાની ઓરડીઓમાં પડેલ અંદાજિત 1000થી વધુ ખાતરની ગુણી તણાઈ ગઈ છે.

ત્યારે પશુપાલકોની હાલત પણ કાફોળી દૈનિય બની છે (માલસર - માંડવા) ગામ વચ્ચે આવેલ પશુપાલક પંચાલ જીતેન્દ્રભાઈના તબેલામાંથી 10 ગાય, 10 ભેંસો નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. પશુપાલકે આખી રાત વૃક્ષ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે બીજી તરફ આજ વિસ્તારમાં આવેલ રાવીન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલના બીજા તબેલામાં 40 ગાયો નર્મદા નદીના વહેણમાં તણાઈ ગઈ હતી જેમાંથી 18 ગાયોનું બનાવ સ્થળે મૃત્યુ થયું હતું, આમ પશુપાલકોની કફોળી હાલત છે.

પશુપાલકો પોતાના પરિવારની જેમ મૂંગા પશુઓ રાખતા હતા જેઓના પશુઓ નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા, અડધા પશુઓ મૃત્યુ પામતા કાળજું કંપાવે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ શિનોર તાલુકાના માંડવા ગામ સહિતના નર્મદા કિનારા પર આવેલ તમામ ગામના ખેડૂતો પશુપાલકોની હાલત  દયનિય બની છે. સરકાર શિનોર તાલુકા પંથકના નર્મદા નદી કિનારે આવેલ તમામ ગામોના ખેડૂતો, પશુપાલકોને સહાય આપે તેવી માગ કરવામાં આવી છે,

નર્મદા નદીના પૂરના પાણી કાંઠા વિસ્તારમાંથી અલિયાબેટ હજી પાણીમાં દરકાવ છે. 135 જેટલા ઘરોને નર્મદા નદીમાં આવેલા પૂરે તબાહ કર્યા છે. 350થી વધુ ભેંસો પૂરના પાણીમાં લાપતા થઈ છે. પૂરના પાણીમાં તમામ ઘરની સાધન સામગ્રી તબાહ થઈ ગઈ છે. આ તમામ 135 પરિવાર દૂધોનો વેપાર કરે છે. પૂરના પાણીમાં  135 પરિવારોની 350 ભેંસો લાપતા થતા અરેરારટી મચી ગઈ છે.

નર્મદા કિનારે કેળની ખેતી કરતા ખેડૂતો પણ બરબાદ થયા છે. નર્મદા નદીના પૂર્ણ કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. લોન લઈને કેળની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. સરકારે પાણી રોકી રાખ્યું હોવાથી ખેડૂતો બરબાદ થયાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ફરીથી લોન કે દેવું કરી ખેડૂતોએ ખેતી કરવી પડશે.  કેળના ખેડૂતો વિઘે 35 હજાર રૂપિયા ખર્ચ કરે છે. બે વર્ષ બાદ ખેડૂતો કેળાનો પાક લેતા થાય છે. દોઢ વર્ષની મહેનત બાદ ખેડૂતોને આલત થતી હોય છે.  નર્મદા નદીના પૂરના કારણે નર્મદા કિનારાના અસંખ્ય ખેડૂતોને નુકશાન થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Embed widget