શોધખોળ કરો
Advertisement
Ahmedabad Municipal Election 2021: અમદાવાદમાં કયા વોર્ડમાં કેટલું થયું મતદાન, જાણો લેટેસ્ટ આંકડા
અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાનું આજે વોટિંગ થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાનું આજે વોટિંગ થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં પત્નિ સોનલબેન શાહ સાથે નારણપુરા સબઝોનલ કચેરી ખાતે મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 9 (નારણપુરા) ખાતે મતદાન કર્યું હતું. અમિત શાહની સાથે પાટીદાર આગેવાન અને રાજ્યસભાના સભ્ય નરહરી અમીન પણ આ મતદાન કરવા આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના નેતા પણ તેમની સાથે હતા.
અમિત શાહ નારણપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શાહ 10.20 કલાકની આસપાસ મત આપવા પહોંચ્યા હતા. અમિત શાહે મતદાન કર્યું એ વોર્ડમાં જયેશ પટેલ,ગીતા પટેલ,દર્શન શાહ અને બિનદા સુરતી ભાજપના ઉમેદવાર છે પણ આ પૈકી બિનદા સુરતી બિનહરીફ ચૂંટાયાં છે તેથી ત્રણ સભ્યોને ચૂંટવા આજે મતદાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement