Ahmedabad: અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે, જાણો વિગત
પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ ઈ મેમો મોકલવામાં આવશે.
અમદાવાદઃ અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં તે થાય માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના CCTV કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો પણ હવે કોઈપણ ટ્રાફિક નિયમભંગનો મેમો આવશે. એસજી હાઈવે,પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. આ ઉપરાંત ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ CCTV મારફતે ઈ મેમો મોકલવામાં આવશે.
ડેન્ગ્યુથી ડરો નહીં, આ સાવધાની રાખશો તો નહીં આવો ઝપેટમાં
મહાનગરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ફાઇલેરિયાસિસ જેવી બીમારીઓ થાય છે, પરંતુ એ નોંધનીય છે કે દરેક તાવ ડેન્ગ્યુ નથી હોતો. ડેન્ગ્યુ થાય તો પણ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ડેન્ગ્યુમાં માત્ર ત્રણ કે ચાર ટકા કેસ ગંભીર હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉપાય કરો
ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો.
કુલર, ડોલ, ફ્લાવર પોટ્સ, ઘડા વગેરેમાં એકઠું કરેલું પાણી બદલતા રહો, કારણ કે ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે.
શરીર પર મચ્છર વિરોધી દવાઓ, લીમડાનું તેલ, સરસવનું તેલ લગાવો.
ઘરની આજુબાજુ પાણી ભેગી થતી જગ્યાઓને માટીથી ભરો.
જો ખૂબ જ તાવ અને સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી, શરીર પર ફોલ્લીઓ અને મોં કે નાકમાંથી લોહી પડવાની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. લોહી પરીક્ષણ જરૂરી છે.
આ પણ વાંચોઃ
Kesar Mango: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ
Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત
Cotton Price: ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજની શું છે સ્થિતિ
દુખાવો અને ઉલ્ટી, શરીર પર ફોલ્લીઓ અને મોં કે નાકમાંથી લોહી પડવાની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. લોહી પરીક્ષણ જરૂરી છે.