(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના સોફ્ટવેર એન્જીનિયરે દીવમાં ચિક્કાર દારૂ પીધો, નશાની હાલતમાં કાર ચલાવી બે બાઈક, ત્રણ લોકોને ઉડાવ્યાં ને......
આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પુલકિત કિરીટભાઇ કાપડિયા અમદાવાદમાં રહે છે અને ગાંધીનગરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરે છે.
ઉનાઃ અમદાવાદ રહેતા અને ગાંધીનગરમાં નોકરી કરતા સોફ્ટવેર એન્જીનિયરે થર્ટી ફસ્ટના સેલિબ્રેશનમાં ચિક્કાર દારૂ પીધા પછી દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ પણ સોફ્ટવેર એન્જીનિયરે દારૂ પીવાના શોખના કારણે પોતાના પરિવારનો જીવ પણ ખતરામાં મૂકી દીધો હતો.
આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પુલકિત કિરીટભાઇ કાપડિયા અમદાવાદમાં રહે છે અને ગાંધીનગરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરે છે. પુલકિત કિરીટભાઇ કાપડિયા પોતાની પત્ની અને બે સંતાનો સાથે થર્ટી ફર્સ્ટ ઉજવવા પોતાની જ કારમાં જાતે જ ડ્રાઇવ કરીને શુક્રવારે દીવ આવ્યા હતા અને આખો દિવસ ફર્યા હતા.
પુલકિત કિરીટભાઇ કાપડિયાની ઈચ્છા દીવમાં જ રોકાવાની હતી પણ થર્ટી ફસ્ટના કારણે હોટલનું ભાડું વધુ હોઇ તેઓ ઊનાની હોટલમાં રોકાઇ ગયા હતા. એ પછી બીજા દિવસે સવારે ફરી દીવ ગયા હતા. દીવમાં આખો દિવસ ફર્યા હતા અને મજા કરી હતી. પુલકિતે દીવના બારમાં ચિક્કાર દારૂ પીધો હતો.
પુલકિતની પત્નિએ તેને ટોક્યો પણ હતો. પત્નીએ તેને જાતે કાર ડ્રાઇવ કરવાની હોઇ અને બે બાળકો સાથે હોવાથી દારૂ બહુ ન પીવા કહેતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પુલકિતે પત્નિ પર હુમલો કરતાં બાદમાં લાફાલાફી થઇ હતી. આ ઝગડા પછી બંને ઊના આવતા હતા ત્યારે રસ્તામાં પણ બંને ઝઘડતા હતા.
ઊનાના દેલવાડા રોડ પર શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે પુલકિતે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી અને બે બાઇકને ઠોકર મારી હતી. આ ઉપરાંત ત્યાં કડિયા કામ કરતા 3 મજૂરોને હડફેટે લીધા હતા. આ ત્રણેયને ઇજા પહોંચી હતી. તેના કારમે લોકો ભેગાં થઈ ગયાં હતાં. પુલકિત સાથે પત્ની અને નાના બાળકો હોઇ પુલકિત એકઠી થયેલી ભીડની ધોલધપાટથી બચી ગયો હતો.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા